Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના PMની હત્યાનું કાવતરૃં નિષ્ફળ

ક્રિસમસ પૂર્વે જ બ્રિટનમાં મોટો હુમલો કરવાનો ઇરાદો હતોઃ બોમ્બ અને ચાકુથી સજ્જ બે મુસ્લિમ યુવાનો થેરેસા મે પર હુમલો કરે તે પહેલા જ ઝડપાયા

લંડન તા. ૬ : બ્રિટિનના વડાપ્રધાન થેરેસા મેને મારવાનો પ્લાન સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવી દીધો હતો. આ ઘટનામાં બે મુસ્લિમ આરોપીઓ ઝકરિયા રહેમાન (૨૦) અને અકિબ ઈમરાન (૨૧)ની ધરપકડ કરી લેવામાં આવી છે. થેરેસા મેને મારવા માટે ઈમ્પ્રોવાઈઝડ એકસપ્લોસિવ ડિવાઈસ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ (જયાં બ્રિટિશ પીએમ રહે છે) પર લગાવવાના હતા.

બ્રિટનની સુરક્ષા એજન્સી MI5ના જણાવ્યા પ્રમાણે, આ હુમલાનું પ્લાનિંગ ગયા સપ્તાહમાં કરવામાં આવ્યું હતું. વિતેલા એક વર્ષ નવ જેટલી આતંકી ઘટનાઓને નિષ્ફળ બનાવવામાં આવી છે. સ્કોટલેન્ડ યાર્ડ, વેસ્ટ મિડલેન્ડ પોલીસ તેમજ MI5ના સંયુકત ઓપરેશનમાં આ સમગ્ર કાવરતાંનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

પીએમના રહેઠાણ એવા ડાઉનિંગ સ્ટ્રીટ નજીક બેગમાં એકસપ્લોઝિવ ડિવાઈઝ લગાવવાની યોજના હતી. આ આતંકીઓ પાસેથી બોમ્બ સાથેનું જેકેટ, મરચાંનો સ્પ્રે તેમજ ચાકુ મળી આવ્યા હતા જે પ્રત્યાઘાતી હુમલામાં વાપરવાની યોજના હોવાની આશંકા સેવાઈ રહી છે.

(11:40 am IST)