Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

બાબરી ધ્વંસની ૨૫મી વરસીઃ યુપીના અનેક વિસ્તારોમાં એલર્ટ

મથુરા સહિત વૃંદાવન, ગોવર્ધન, બરસાના જેવા અનેક પ્રસિધ્ધ મંદિરો, બસ સ્ટોપ, રેલવે સ્ટેશનો જેવા સાર્વજનિક સ્થળો, હોટલ, આશ્રમ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ પર પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી

અયોધ્યા તા. ૬ : ૬ ડીસેમ્બર ૧૯૯૨, આ તારીખે ભારતના રાજકારણને બદલી નાખ્યુ હતુ. આ દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ કરાઇ હતી. બાબરી મસ્જીદ ધ્વંસને આજે ૨૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને આજના દિવસને ધ્યાનમાં રાખી ઉત્ત્।ર પ્રદેશના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

મથુરાના ત્રણ અતિસંવેદનશીલ ધર્મસ્થળો અને ભીડભાડવાળી જગ્યાઓ પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. મથુરા સહિત વૃંદાવન, ગોવર્ધન, બરસાના જેવા અનેક પ્રસિધ્ધ મંદિરો, બસ સ્ટોપ, રેલવે સ્ટેશનો જેવા સાર્વજનિક સ્થળો, હોટલ, આશ્રમ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ પર પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદ આજે અયોધ્યા અને ઉત્ત્।ર પ્રદેશમાં ઘણા વિસ્તારોમાં શૌર્ય દિવસની ઉજવણી કરશે. જેને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઇ છે, તેની સાથે એલર્ટ પર આપવામાં આવ્યું છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ કોલકાતામાં આ મુદ્દે રેલી કરશે.

તો લેફટ પાર્ટી પણ બાબરી મસ્જિદ પાડવાના દિવસનો વિરોધ કરશે. બાબરી મસ્જિદ ધ્વંસને આજે ૨૫ વર્ષ પૂર્ણ થયા હોવાથી કેન્દ્ર સરકારે અગાઉથી જ બધા રાજયોને સતર્ક રહેવાની અને શાંતિ સ્થાપિત કરવા અંગે જણાવી દીધું છે.

(11:39 am IST)