Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

યુ.એસ.ના શિકાગોમાં MAFSની રજત જયંતિ નિમિતે યોજાઇ ગયેલો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામઃ ‘‘મેટ્રોપોલિટન એશિયન ફેમિલી સર્વિસીઝ (MAFS)ની ૨૫ વર્ષની યાત્રાનો અહેવાલ રજુ કરાયોઃ સ્‍વામી મુકુદાનંદ, કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી, ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણ સહિત કોમ્‍યુનીટી અગ્રણીઓની ઉપસ્‍થિતિઃ ડોનર, ટ્રેઝરર, સમર્થકો, સહિતનાઓનું સન્‍માન કરાયું: સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયોઃ મોટી રકમનું ફંડ ભેગુ કરવામાં સફળતાઃ MAFSના ફાઉન્‍ડર સ્‍વ પ્રમોદકુમારને ‘‘જીના ઇસીકા નામ હૈ''ગીત સાથે શ્રધ્‍ધાંજલી અપાઇ

શિકાગોઃ યુ.એસ.માં ‘‘મેટ્રોપોલિટન એશિયન ફેમિલી સર્વિસીઝ (MAFS)'' નો ૨૫મો વાર્ષિક ફન્‍ડ રેઇઝીંગ પ્રોગ્રામ સિલ્‍વર જયુબેલી પ્રોગ્રામ તરીકે આશિયાના બેંકવેટ ઇલિનોઇસ ખાતે ૧૮ નવેં.ના રોજ ઉજવાઇ ગયો.

પ્રોગ્રામની શરૂઆત ભારત સેવાશ્રમ સંઘ ઓરોરા ઇલિનોઇસથી આવેલા સ્‍વામી મુકુદાનંદજીએ દીપ પ્રાગટય દ્વારા કરી હતી. જેમની સાથે કુક કાઉન્‍ટી બોર્ડ પ્રેસિડન્‍ટ ટોની પ્રેકવિન્‍કલ, કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી, સ્‍કેમ્‍બર્ગ ટ્રસ્‍ટી શ્રી નિમિષ જાની, ડોનર શ્રી દીપક કાન્‍ત વ્‍યાસ, ડો વિજય પ્રભાકર, શ્રી માર્ટા પેરેયા, શ્રી ક્રિશ્ના બંસલ, FIA પૂર્વ પ્રેસિડન્‍ટ શ્રી સુનિલ શાહ, શ્રી ચંદમલ કુમાવત, શ્રી અનિશ અહમદ, તથા વોર્ડ મેમ્‍બર્સ ડો.ફિરદોસ જાફરી, ડો.રાકેશ અસ્‍થમા, શ્રી હરીશ કોલાસાની, ડો.સોનલ પટેલ, શ્રી નિકુંજ બક્ષી, સુશ્રી સુમિત્રા પટેલ, જેમ્‍સડીમેલો, શ્રીસાગર કુમાર, શ્રી સદરૂ નુરાની તેમજ કોમ્‍યુનીટી અગ્રણીઓ શ્રી નરસિંહભાઇ પટેલ ડો. રસિક શાહ, સહિતનાઓ જોડાયા હતા.

કોંગ્રેસમેન ડો. રાજાક્રિશ્નામુર્થીએ MAFSની ૨૫ વર્ષની કામગીરીને બિરદાવી હતી. તથા અન્‍ય અગ્રણી વકતાઓ શ્રી સંતોષકુમારએ ૨૫ વર્ષની સંસ્‍થાની યાત્રામાં પૂર્વ તથા વર્તમાન હોદેદારોના સંઘર્ષને બિરદાવ્‍યુ હતુ. તથા શિકાગોમાં MAFSની કામગીરીનો સ્‍પોન્‍સર્સ, સમર્થકો મિડીયા પ્રતિનિધિઓ TVAsiaના સુશ્રી શ્રી વંદના ઝીંગરાન, સુરેશ બોડીવાલા, શ્રી પ્રશાંત શાહ શ્રી રમેશ સોપારવાલા, તેમજ કલાકારો સહિત તમામનો આભાર માન્‍યો હતો.

MAFલ્‍ના ટ્રેઝરર શ્રી સાગર કુમારનું બહુમાન કરાયું હતું તથા એવોર્ડ વિતરણ કરાયા હતા. જે વિતરણ કરવામાં અન્‍ય મહાનુભાવો સાથે ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણનો સમાવેશ થતો હતો. બાદમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગણેશ વંદના તથા ડાન્‍સ, ભરત નાટયમ, સહિતની કૃતિઓનો સમાવેશ થતો હતો. ખાસ કરીને સ્‍પેશ્‍યલ ડાન્‍સ ડ્રામા પ્રોગ્રામ કલ ભી, આજ ભી'એ વિશેષ આકર્ષણ જગાવ્‍યું હતું. MAFSના ફાઉન્‍ડર સ્‍પ.પ્રમોદકુમારને ‘‘જીના ઇસીકા નામ હૈ'' ગીત સાથે શ્રધ્‍ધાંજલી અપાઇ હતી. મ્‍યુઝીક પ્રોગ્રામ દ્વારા મોટી રકમનું ફંડ ભેગુ થઇ શકયુ હતુ. ડો.રાકેશ અસ્‍થાનાએ આભાર દર્શન કર્યુ હતું. તેવું શ્રી સુરેશ બોડીવાલા તથા સુશ્રી ઉષા બોડીવાલા અહેવાલ દ્વારા જાણવા મળે છે.

 

(11:16 pm IST)