Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

યુ.એસ.ના મેરીલેન્‍ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અરૂણા મિલ્લરઃ ૬ ઠ્ઠા ડીસ્‍ટ્રીકટમાંથી ચૂંટણી લડી રહેલા મહિલા એન્‍જીનીયર સુશ્રી અરૂણાને સાયન્‍ટીફીક ગૃપએ સમર્થન ઘોષિત કર્યુ

મેરીલેન્‍ડઃ અમેરિકામાં મેરીલેન્‍ડના ૬ ઠ્ઠા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્‍ડિયન  અમેરિકન મહિલા સુશ્રી અરૂણા મિલ્લરને  સાયન્‍ટીફિક ગૃપએ સમર્થન ઘોષિત કર્યુ છે જેના અંદાજે ૨૦ હજાર જેટલા મેમ્‍બર્સ છે.

આ ગૃપના કહેવા મુજબ ચૂંટાઇ આવતા પ્રતિનિધિઓ પૈકી સાયન્‍ટીફિક અથવા ટેકનીકલ બેકગ્રાઉન્‍ડ ધરાવતા લોકો બહુ ઓછા હોય છે. જે ખોટ સુશ્રી અરૂણા પૂરી પાડશે.

સુશ્રી અરૂણાએ મોન્‍દગોમેરી કાઉન્‍ટી ડીસ્‍ટ્રીકટમાં ૨૫ વર્ષ સુધી ટ્રાફિક એન્‍જીનીયર તરીકે સેવાઓ આપી છે. તથા  ડેમોક્રેટ પ્રતિનિધિનું સ્‍થાન લેવા માટે યોગ્‍ય ઉમેદવાર છે. તેમણે મિસૌરી યુનિવર્સિટી ઓફ સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજીમાંથી સિવિલ એન્‍જીનીયરની ડીગ્રી મેળવેલી છે. તેમણે લોસ એન્‍જલસ કાઉન્‍ટી ડીપાર્ટમેન્‍ટ ઓફ પબ્‍લીક વર્કસ એન્‍ડ ટ્રાન્‍સપોર્ટેશનમાં પણ સેવાઓ આપેલી છે.

 

(11:15 pm IST)