Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ કોંગ્રેસમેન રાજા ક્રિશ્નામુર્થી રિપબ્‍લીક પ્રેસિડેન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની કાર્યવાહીથી ખુશ : વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહી ધરાવતા અમેરિકા તથા સૌથી મોટા લોકશાહી દેશ ભારત વચ્‍ચે વધી રહેલા ગાઢ સંબંધોને બિરદાવ્‍યા

ન્‍યુયોર્ક : યુ.એસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નાનામુર્થીએ તાજેતરમાં અમેરિકાના રીપબ્‍લીક પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના પગલાઓને બિરદાવ્‍યા છે.

તેમણે જણાવ્‍યું હતું કે વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહી ધરાવતા અમેરિકા તથા સૌથી મોટા લોકશાહી દેશ ભારત વચ્‍ચેના સંબંધોને વધુ ગાઢ બનાવતા પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના પગલાઓ સરાહનીય છે. તથા પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના કાર્યકાળમાં બંને દેશો વચ્‍ચે વધી રહેલા ગાઢ સંબંધથી તેઓ ખુશ છે. ખાસ કરીને આર્થિક ક્ષેત્રે ભારતીયો દ્રારા અમેરિકામાં થઇ રહેલું રોકાણ પ્રગતિને વધારનારુ છે. તેજ રીતે યુ.એસ. સ્‍થિત ભારતીયો દ્રારા ભારતમાં રોકાણો પણ વધશે તેવી અપેક્ષા તેમણે વ્‍યકત કરી હતી. તેમજ ભારતનો વ્‍યવસાય અમેરિકામાં વધશે તેવી આશા વ્‍યકત કરી હતી.

આ સિવાય ઓટો, સિકયુરીટી, એન્‍જીનીયરીંગ સહિત તમામ ક્ષેત્રે બંને દેશો વચ્‍ચે થઇ  રહેલા રોકાણોના  આદાન પ્રદાનને તેમણે બિરદાવ્‍યા હતા. તેમણે રાજકિય ક્ષેત્રે ઇન્‍ડિયન અમેરિકનોના યુ.એસ.માં વધી રહેલા વર્ચસ્‍વને પણ બિરદાવ્‍યુ હતું.

 

(11:13 pm IST)