Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

‘‘૨૦૧૭ ફોરેન પોલીસી ગ્‍લોબલ રિર્થીકર્સ''ની યાદીમાં સ્‍થાન મેળવતા સુશ્રી કમલા હેરીસઃ ૨૦૨૦ની સાલમાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સામે ટક્કર લેવાની ક્ષમતા હોવાનું મંતવ્‍યઃ ૫૦ ઉપરાંત રિથીંકર્સની યાદીમાં સુશ્રી કમલા ઉપરાંત સુશ્રી નિક્કી હેલી તથા કોમેડીયન હસન મિનહાજએ સ્‍થાન મેળવ્‍યુ

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયાના સેનેટર ઇન્‍ડિયન  અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસએ ૨૦૧૭ની સાલના પચાસ ઉપરાંત ફોરેન પોલીસી રિથીંકર્સની યાદીમાં ટોપ ઉપર સ્‍થાન મેળવ્‍યું છે. તેમને ૨૦૨૦ની સાલમાં ડેમોક્રેટ ઉમેદવાર તરીકે અમેરિકાના પ્રેસિડન્‍ટ પદ માટે રિપબ્‍લીકન ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સામે ટક્કર લેવા માટે કાબેલ ગણવામાં આવ્‍યા છે. તેમની સાથોસાથ રિપબ્‍લીકન ઇન્‍ડિયન  અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલી, તેમજ કોમેડીયન હસન મિનહાજએ પણ પચાસ ગ્‍લોબલ રિથીંકર્સની યાદીમાં સ્‍થાન હાંસલ કર્યુ છે.

સુશ્રી કમલા કેલિફોર્નિયાના વતની છે. તથા સિવીલ રાઇટસ મુમેન્‍ટમાં વિશિષ્‍ટ કામગીરી બદલ લોયર તરીકે સુવિખ્‍યાત છે. તેમના માતા ભારતીય તથા પિતા જેવીસ છે.

 

(11:12 pm IST)