Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમેરિકા ચૂંટણી : જોર્જિયામાં ફેર મતગણતરી કરાશે જો બિડેનને સરસાઈ મળી હતી : હવે રીકાઉન્ટ થશે

ટ્રમ્પની ટીમે છ રાજ્યમાં કેસ દાખલ કર્યો: મિશિગન અને જોર્જિયામાં પહેલા જ કેસ હારી

અમેરિકામાં પ્રમુખપદ કોને મળશે તરફ સમગ્ર વિશ્વની મીટ  ત્યારે  જોર્જિયામાં ફરી મતની ગણતરી થશે. અહી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનએ  લીડ મેળવી હતી. જોર્જિયાના સચિવ બ્રૈડ રૈફેંસપર્ગરે કહ્યુ કે જેમ જેમ અમે મતગણતરીના અંતિમ સમયમાં પહોચી રહ્યા છીએ, અમે પોતાના આગળના પગલા તરફ જોવાનું શરૂ કરી શકીએ છીએ. જોર્જિયામાં રિકાઉન્ટ થશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના મુકાબલે જો બિડેન 270 ઇલેક્ટોરલ વોટના જાદુઇ આંકડાની નજીક છે. બીજી તરફ ટ્રમ્પ માટે પેન્સિલવેનિયા, જોર્જિયા, નોર્થ કેરોલિના, એરિજોનામાં જીત મેળવવી જરૂરી છે જે ઘણી મુશ્કેલ લાગી રહી છે. વચ્ચે ટ્રમ્પની ટીમે કેટલાક રાજ્યમાં કેસની તૈયારી કરી લીધી છે. ટ્રમ્પની ટીમે રાજ્યમાં કેસ દાખલ કર્યો છે. ચૂંટણીમાં ગડબડનો આરોપ લગાવતા સૌથી નવો કેસ નેવાડામાં દાખલ કરાવવામાં આવ્યો છે. ટ્રમ્પ મિશિગન અને જોર્જિયામાં પહેલા કેસ હારી ચુક્યા છે.

ચૂંટણી અભિયાનમાં ડેમોક્રેટે જોર્જિયા પર વધુ ફોકસ કર્યુ નહતું. જો બિડેને તો ચૂંટણીના એક અઠવાડિયા પહેલા સુધી રાજ્યનો પ્રવાસ પણ કર્યો નહતો પરંતુ તે અહી તેમ છતા આગળ ચાલી રહ્યા હતા. રાજ્યમાં કુલ 16 ઇલેક્ટોરલ વોટ છે.

(12:28 am IST)