Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ભારત અને અમેરિકાના સબંધોનો પાયો ઘણો મજબૂત : દરેક સંભવ વિસ્તારમાં બંને સહયોગી: વિદેશ મંત્રાલય

જો બિડેન જીતે તો પણ અબ કી બાર ટ્રમ્પ સરકાર નો નારો વચ્ચે નહીં આવે

અમેરિકાના પરિણામ સૂચવે છે કે જો બિડેન નવા રાષ્ટ્રપતિ બનવા તરફ આગળ વધી રહ્યાં છે  વડાપ્રધાન મોદીએ ‘હાઉડી મોદી’ પ્રોગ્રામમાં ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’નો નારો આપ્યો હતો. બિડેનના રાષ્ટ્રપતિ બનવા પર શું વિદેશ મંત્રાલયે વધુ મહેનત કરવી પડશે જેથી બિડેન તે નારાને ભારત સાથે સબંધોમાં વચ્ચે ના આવે? આ સવાલ અને તેની સાથે જોડાયેલા સવાલો પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે, “તમારી જેમ અમે પણ ચૂંટણીના પરિણામોની રાહ જોઇ રહ્યા છીએ. આટલુ જણાવી શકીએ છીએ કે ભારત અને અમેરિકાના સબંધોનો પાયો ઘણો મજબૂત છે. અમારો સહયોગ દરેક સંભવ વિસ્તારમાં છે. રણનીતિક, સુરક્ષા, રોકાણ, વ્યાપારથી લઇને પીપલ ટૂ પીપલ સબંધોમાં પણ. અમારા ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને ત્યાના બન્ને દળોથી મજબૂત સહયોગ પ્રાપ્ત છે. ત્યાના દરેક રાષ્ટ્રપતિ અને તંત્રએ તેને વધુ ઉંચુ ઉઠાવ્યુ છે.

મહત્વપૂર્ણ છે કે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન જોર્જિયા પ્રાંતમાં મતગણનામાં પોતાના રિપબ્લિકન વિરોધી ટ્રમ્પથી આગળ થઇ ગયા છે. ટ્રમ્પ માટે જોર્જિયા પ્રાંતમાં જીતવી જરૂરી છે. આ લાંબા સમયથી રિપબ્લિકન પાર્ટીનો ગઢ રહ્યુ છે પરંતુ બિડેન અહી આગળ ચાલી રહ્યા છે. બિડેન ટ્રમ્પ કરતા 917 મતની લીડ છે.

આ મુકાબલામાં જીત કોની થશે તે કહેવુ ઉતાવળભર્યુ હશે કારણ કે હજારો મતોની ગણના હજુ બાકી છે. બિડેન 270 ઇલેક્ટોરલ કોલેજ વોટ તરફ આગળ વધી રહ્યા છે જે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે જરૂરી છે, તેમણે વિસ્કૉસિન અને મિશીગનમાં જીત મેળવી લીધી છે. મતદાન બે દિવસ પહેલા થયુ અને ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન વ્હાઇટ હાઉસ પહોચવા માટે જરૂરી 270 ચૂંટણીના મતની નજીક પહોચી ગયા છે.

(11:14 pm IST)