Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમિતભાઇ શાહનું મિશન બંગાળ :વડાપ્રધાન મોદીને ફરી એક તક આપો, પાંચ વર્ષમાં સોનાર બાંગ્લા બનાવશું

શાહે દક્ષિણેશ્વર કાળી માના દર્શન કર્યા હતા:મતુઆ સમુદાયના એક શરણાર્થીના ઘેર ભોજન લીધું

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે પશ્ચિમ બંગાળના બીજા દિવસે દક્ષિણેશ્વર કાળી માના દર્શન કર્યા હતા. મતુઆ સમુદાયના એક શરણાર્થીના ઘેર ભોજન પણ લીધું હતું અમિતભાઇ શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક તક આપો સોનાર બાંગ્લા (સોનાનું બંગાળ) બનાવી દેશું.

કેન્દ્રીય ગૃહમંત્રી  શાહ  પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણી માટે બંગાળ મિશનમાં લાગી ગયા છે. શાહે કોલકાતાના પ્રસિદ્ધ દક્ષિણેશ્વર કાળી મંદિરે દર્શન કરી કહ્યું કે હું અહીંથી નવી ઊર્જા અને ચેતના લઇને જઇ રહ્યો છું.

અમિતભાઈ  શાહે કોલકાતામાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં તૃષ્ટિકરણના રાજકારણને કારણે અહીંની મહાન પરંપરાને ઠેસ પહોંચી છે. પરંતુ જ્યાં જ્યાં ભાજપનું શાસન છે. ત્યાં અને રાજ્યને બદલી નાંખ્યું છે. તેમણે બાંગ્લાવાસીઓને કહ્યું ફરી એક વાક વડાપ્રધાન મોદીને તક આપો અમે પાંચ વર્ષમાં બંગાળને સોનાર બાંગ્લા (સુવર્ણ બંગાળ) બનાવી દેશું.

તેમણે મમતા બેનરજી પર પ્રહાર કરતા જણાવ્યું કે તૃણમુલ કોંગ્રેસનું એક માત્ર લક્ષ્ય મમતા બેનરજીના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવાનો છે. તેથી બંગાળની જનતાએ વિકાસ કે પરિવારવાદ બેમાંથી શું જોઇએ તે નક્કી કરવું પડશે.

(10:27 pm IST)