Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જો તેનામાં ક્ષમતા હોય તો ફિલ્‍મ સિટીને ઉત્તરપ્રદેશ લઇ જઇને બતાવેઃ યોગી આદિત્‍યનાથને ઉદ્ધવ ઠાકરેનો પડકાર

મુંબઇ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત બાદ બોલિવૂડમાં ઘણા સમયથી ચર્ચામાં છે. આ મુદ્દા પર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર પણ આમને સામને આવી રહી છે. આ વચ્ચે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઇશારા-ઇશારામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પડકાર આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ યોગીનું નામ લીધા વગર કહ્યુ કે, સમાચાર છે કે મુંબઇની ફિલ્મ સિટી તે ઉત્તર પ્રદેશ લઇ જશે. જો તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચલાવવાની ક્ષમતા રાખે છે તો ફિલ્મ ઉદ્યોગ લઇ શકે છે. જો તેમાં ક્ષમતા છે તો તે ફિલ્મ સિટીને ઉત્તર પ્રદેશ લઇ જઇને બતાવે. કેટલાક મહિના પહેલા સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં બોલિવૂડનું નામ સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ યુપીમાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે ઉદ્ધવ ઠાકરેનો આ પડકાર આ સંદર્ભમાં જ છે.

આ સિવાય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મનોરંજન ઉદ્યોગ પર ભાર આપવાને લઇને કહ્યુ કે રાજ્ય સરકાર સારૂ કંટેટ તૈયાર કરવા માટે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીની સુવિધાઓ તૈયાર કરશે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર ફિલ્મ, મંચ અને સાંસ્કૃતિક વિકાસ નિગમ દ્વારા આયોજિત એક વેબિનારમાં બોલી રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, સરકાર રાજ્યમાં સારા બુનિયાદી ઢાંચા ઉપલબ્ધ કરાવવા માટે ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગમાં સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કરશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, “આ એક એવો ઉદ્યોગ છે જેમાં ઘણા નજીકથી જોડાયેલો છું. તમે બધાએ પોતાની જરૂરીયાતોની યાદી બનાવવી જોઇએ અને તેણે પ્રાથમિકતા આપવી જોઇએ અને સરકાર તે તમામ મદદનો વિસ્તાર કરશે જે જરૂરી છે, તેમણે કહ્યુ કે મહારાષ્ટ્ર મરાઠી સિનેમાની સાથે સાથે થિયેટર અને રિઝર્વ સ્ક્રીન બનાવવાનું કામ પણ કરશે.

આ વચ્ચે, ઉદ્ધવ ઠાકરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા કહ્યુ કે, જો તે આ બધુ કરવાની ક્ષમતા રાખે છે તો ચલાવી લો ફિલ્મ ઉદ્યોગ, તેમણે કહ્યુ, મહારાષ્ટ્રમાં ફિલ્મ નિર્માણની સૌથી સારી ગુણવત્તા હોવી જોઇએ. તેની માટે, ટેકનિક અને સ્થાનની જરૂરીયાત હોય છે, જેને લઇને સરકાર મદદ કરશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, “આજે, સાઉન્ડ મિક્સિંગ માટે, લોકો લંડન જવા માંગે છે. અમે મુંબઇમાં આવી સુવિધાઓ કેમ નથી આપી શકતા?” અમે આ કરીશું.

UPમાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ સિટીને નોઇડા અથવા ગ્રેટર નોઇડામાં બનાવવામાં આવી શકે છે. યોગી આદિત્યનાથે અધિકારીઓને કાર્યયોજના તૈયાર કરવાના આદેશ પણ આપ્યા છે. ફિલ્મ સિટી બનાવવાને લઇને યોગી આદિત્યનાથે કહ્યુ હતું કે, “ઉત્તર પ્રદેશ આ જવાબદારી લેવા માટે તૈયાર છે, અમે એક ઉમદા ફિલ્મ સિટી તૈયાર કરીશું.

(4:59 pm IST)