Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પરિણામમાં વિલંબ કેમ?

હવે ટ્રમ્પનું જીતવુ મુશ્કેલ બન્યુ

વોશિંગટન, તા.૬: દુનિયાના સૌથી શકિતશાળી દેશ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી બાદ મતગણતરી શરુ થયાના ૭૨ કલાક વીતી ગયા પછી પણ એ નક્કી નથી થયું કે દેશના આગામી રાષ્ટ્રપ્રમુખ કોણ બનશે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડન ૨૬૪ ઈલેકટોરલ વોટ મેળવીને જીતથી માત્ર ૬ ડગલા દૂર છે. જયારે વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૧૪ મતો સાથે રેસમાં ઘણાં પાછળ ચાલી રહ્યા છે. આવો જાણીએ શા માટે પરિણામ અટકી પડયું છે.

અમેરિકામાં આગામી રાષ્ટ્રપ્રમુખ બનવાની ચાવી મુખ્ય ચાર રાજયોમાં આવી ગઈ છે. આ રાજયો જોર્જિયા, પેન્સિવેનિયા, એરિજોના અને નેવાડા છે. જેમાંથી ત્રણ રાજયોમાં ટ્રમ્પ આગળ છે અને નેવામં જો બાઈડન પાતળી સરસાઈ સાથે આગળ છે. જો બાઈડનને રાષ્ટ્રપ્રમુખ બનવા માટે કુલ ૬ મતોની જરુર છે. બાઈડન જો નેવાડા જીતી લે તો તેઓ રાષ્ટ્રપ્રમુખ બની જશે. નેવાડામાં કુલ ૬ મત છે.

બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ જોર્જિયા, પેન્સિલવેનિયા, એરિજોના ત્રણ રાજયોમાં ટ્રમ્પ આગળ છે. જોકે, બાઈડન કરતા તેમની સરસાઈ ઘટી રહી છે. જોર્જિયામાં કુલ ૧૬ વોટ છે. પેન્સિલવેનિયામાં પણ ટ્રમ્પ આગળ છે પરંતુ તેમાં ઘટાડો થઈ રહ્યો છે. પેન્સિલવેનિયા ૨૦ ઈલેકટોરલ વોટ છે. આવી જ સ્થિતિ એરિજોનામાં પણ છે. જયાં ૧૧ વોટ છે અને તેઓ કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ સિવાય અલાસ્કા જેવા કેટલાક રાજયો છે જયાં હજુ મતગણતરી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પને આશા છે કે જો આ રાજયોમાં તેમને જીત મળે છે તો ફરી તેમનો રાષ્ટ્રપ્રમુખ બનવાનો રસ્તો ખુલી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પની હાર નજીક દેખાઈ રહી છે, ત્યારે ફરી મતોની ગણતરી પર ભાર આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ તજજ્ઞોનું માનવું છે કે ટ્રમ્પ આમ કરે છો તો પણ તેઓની જીતની તક ઓછી છે. ટ્રમ્પની ટીમ ઈચ્છે છે કે જયાં બાઈડનની ટ્રમ્પ પર જીતની સરસાઈ વધારે પાતળી છે તે રાજયોમાં ફરી ગણતરી કરાવવામાં આવે. ટ્રમ્પની નજર મિશગન અને વિસ્કોન્સિન પર છે. મિશિગનમાં ચૂંટણીમાં ગડબડના આરોપો પર ટ્રમ્પની ટીમને કોર્ટમાંથી ઝાટકો મળ્યો છે. અહીં ફરી ત્યારે જ મતદાન થઈ શકે કે જો જીતની સરસાઈ ૧ ટકા કરતા ઓછી હોય. જો ટ્રમ્પ અહીં મતગણતરી કરાવે છે તો તેમણે ઘણાં રુપિયા આપવા પડશે અને તેનો નિર્ણય આવવામાં ૧૩ દિવસ લાગી શકે છે.

ગુરુવારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની જીતનો દાવો કર્યો છે. સાથે જ આશંકા વ્યકત કરી છે કે ખોટા મતોના આધારે આ ચૂંટણીને શ્ન ટજીઉક્નદ્ગકલૃ કોશિશો થઈ રહી છે. ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરીને કહ્યું, ઙ્કજો તમે કાયદેસરના મત ગણો તો હું આરામથી જીતી રહ્યો છું. પણ જો તમે ગેરકાયદેસર (મેલ ઈન બેલેટ્સ) મત ગણો તો તેઓ (ડેમોક્રેટ) તેના આધારે અમારી પાસેથી જીત છીનવવાની કોશિશ કરી શકે છે. હું ઘણાં મોટા રાજયો ઐતિહાસિક માર્જિન સાથે જીતી ચૂકયો છું.

(3:55 pm IST)