Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

'મિશન બંગાળ' પર આવેલા અમિતભાઈએ આદિવાસીઓના ઘરે જમીન પર બેસી કર્યુ ભોજન

મમતા બેનર્જીના ગઢમાં તેમને હરાવવા માટે અમિતભાઇ જાતે મેદાનમાં આવ્યા છેઃ એડીચોટીનું જોર લગાવ્યુ છે

કોલકત્તા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બાંકુડા જિલ્લાના ચાતુંર્ડીહ ગામમાં કેળના પાંદડા પર આદિવાસીઓના ઘરે ભોજન કર્યુ. તેમની સાથે ભાજપના નેતા કૈલાશ  વિજય વર્ગીય, ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ અને મુકુલ રોય પણ સામેલ હતા. અમિતભાઈ શાહે આ ઘરમાં નીચે પલાઠી મારીને, જમીન પર બેસીને પાંદડા પર ભોજન કર્યુ. આદિવાસી રીત અનુસાર શાહને ભોજન કરાવવામાં આવ્યુ અને તેમના માટે મહિલાઓએ ખાસ ભોજન વ્યવસ્થા કરી હતી. અમિતભાઈને આ મહિલાઓ ભોજન પીરસતી દર્શાઈ હતી. મહિલાઓએ તેમને મીઠાઈ આપવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે ના પાડી દીધી. ભોજન બાદ અમિતભાઈએ આદિવાસી પરીવારો સાથે મુલાકાત કરી અને ત્યાં જ ખાટલા પર બેસી ગયા. અમિતભાઈ શાહની ઉપસ્થિતિથી ખુશ થયેલ આદિવાસી મહિલાઓએ કહ્યું કે તેમના માટે આ સૌભાગ્યની વાત છે કે તેમના ઘરે તેઓ આવ્યા અને સાથે જ ભોજન કર્યુ.

(3:54 pm IST)