Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

કાનૂની અડચણો આવશે તો પરિણામોમાં લાંબો સમય રાહ જોવી પડી શકે છે

જયાં મતની ગણતરી જલ્દી થાય છે તે રાજયો જીતવામાં બાઈડન નાકામ રહ્યાઃ પરિણામોમાં અનિશ્ચિતતાના પગલે શું અમેરિકામાં અશાંતિ સર્જાશે?

અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિ કોણ બનવા જઈ રહ્યા છે? હાલમાં જો બાયડેનનો ઘોડો આગળ છે. હાલની મહામારીના પગલે આ ચૂંટણીમાં બેલેટની સંખ્યા વધુ હોય ગણતરીમાં સમય લાગી રહ્યો છે. પરિણામોમાં જો કાનૂની અડચણ આવશે તો પરિણામો માટે હજુ કેટલાક સમય રાહ જોવી પડશે.

 અત્યાર સુધી સંકેત શું છે ?

* રેકોર્ડબ્રેક મતદાન થયું હોવા છતાં અમુક રાજય આ ચૂંટણીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે પરિણામો નકકી કરશે. આ રાજયોને સ્વિંગ સ્ટેટ કે બેટેલગ્રાઉન્ડ સ્ટેટ કહેવામાં આવે છે.

* અમેરિકામાં કુલ ૫૦ રાજયો છે અને ૪૦થી વધુ રાજયોમાં અગાઉથી ખબર પડી જતી હોય કે કયા રાજયમાં કયા ઉમેદવારની જીત થશે. બાકીના ૮ થી ૧૦ રાજયોમાં દરેક ચૂંટણીમાં સ્થિતિ બદલાઈ જતી હોય છે. કયારેક ડેમોક્રેટ ઉમેદવારનું સમર્થન કરતાં હોય છે તો કયારેક રિપબ્લિકન ઉમેદવારને જીતાડી દેતા હોય છે.

અત્યાર સુધી શું થયું?

 બાયડન અને ટ્રમ્પ પોતપોતાના રાજયોને આરામથી જીતી લેશે જેની જીતની અગાઉથી આશા હતી. અમુક મહત્વપૂર્ણ રાજયોમાં હજુ પણ કાંટાની ટકકર જોવા મળશે. હજુ પણ એવા રાજયો છે જયાં હજુ પોસ્ટલ બેલેટની ગણતરી બાકી છે.

આ કયાં રાજયો છે?

* ફલોરિડાઃ- અહિં ટ્રમ્પને લીડ મળવાનો અનુમાન છે. જાણકારો કહે છે મિયામી- ડેડ કાઉન્ટીમાં કયુબાઈ- અમેરિકી મતદારો ટ્રમ્પના સમર્થનનો ઈશારો કરી રહ્યા છે.

* એરિજોનાઃ- આ રાજયોમાં ૧૯૯૬થી ડેમોક્રેટ ઉમેદવારના પક્ષમાં મતદાન કર્યુ નથી પણ અહિં બાયડેનને લાભ મળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

* વિસ્કોન્સિન અને પેન્સીલવેનિયાઃ- આ રાજયોમાં પોસ્ટલ બેલેટની ગણતરી પણ શરૂ થઈ નથી. હજુ કેટલાક દિવસો લાગી શકે છે.

અત્યારની શું સ્થિતિ?

બાઈડન મહત્વપૂર્ણ રાજયો જીતવામાં નાકામ રહ્યા જયાં મતની ગણતરી જલ્દી થાય છે. હાલમાં અમુક રાજયોની ગણતરી હજુ બાકી છે.

હજુ રાહ જોવી પડશે?

* અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંસદના સેનેટની એક તૃતિયાંશ બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે. અત્યાર સુધીના પરિણામોમાં અમુક મોટી તકો આવી પણ સેનેટમાં જીત કોની હશે તે બાબતે સસ્પેન્શ જારી છે.

* અમેરિકી ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમ વખત એક ટ્રાન્સજેન્ડર સાંસદની પસંદગી થઈ છે.

હવે શું થશે?

પરિણામો પોસ્ટલ બેલેટની ગણતરી ઉપર નિર્ભર રહેશે. મિશિગન, વિસ્કોઉત્સન અને પેન્સીલવેનિયા જેવા રાજયોમાં મતગણતરી હજુ બાકી છે.

આગામી સમયમાં વકિલો પણ સામેલ થઈ શકે છે. ટ્રમ્પ પહેલા જ કહી ચુકયા છે કે જો ચૂંટણીના પરિણામોમાં પાતળી સરસાઈથી બાઈડેન જીતશે તો અમે સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવીશું એટલે કે લાંબો સમય પણ લાગી શકે છે.

પરિણામોની અનિશ્ચતતાના પગલે અમેરિકામાં અશાંતિ ઉદ્દભવશે?

(3:51 pm IST)