Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સાથે સાંઠગાંઠ ધરાવતી વિજ્ઞાપન કંપની વ્યાપક એન્ટરપ્રાઇઝને ત્યાં ઇન્કમટેક્ષના દરોડા

ઇન્કમટેક્ષ વિભાગે સટાસટી બોલાવી કેરળમાં ૬૬ સ્થળે અને મધ્યપ્રદેશમાં ર૧ સ્થળે દરોડા

ભોપાલ તા. ૬ : પેટા ચુંટણીનું મતદાન પુરૂ થતા મધ્યપ્રદેશમાં આયકરના દરોડાનો બિજો દોર શરૂ થઇ ગયો છે. આજે સવારે અહિંના ટીટીનગરમાં એક વિજ્ઞાપન કંપની વ્યાપક એન્ટરપ્રાઇઝને ત્યાં દરોડા પડયા છે. આ કંપની મુકેશ શ્રી વાસ્તવની છે જે કોંગ્રેસ સાથે ધરોબો ધરાવે છે. કેરળમાં ઇન્કમટેક્ષ ખાતાએ દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે. આ કંપનીને ર વર્ષમાં મધ્યપ્રદેશ અને છતીસગઢમાં વિજ્ઞાપનના અનેક કોન્ટ્રાકટ મળ્યા હતા. જે સંદર્ભે દરોડા પડયા છે. દરોડા પાડનાર અધિકારીઓએ ગાડી પર કોવીડ-૧૯ના પોસ્ટર લગાવ્યા હતા જેથી કોઇને શંકા ન જાય. મધ્યપ્રદેશમાં કુલ ર૧ સ્થળોએ અને કેરળમાં ૬૬ જેટલી જગ્યાઓએ આવકવેરાખાતાએ મોટી ર્કા્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

(3:49 pm IST)