Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વોટિંગ પર જૂઠ બોલતા અમેરિકન મીડિયાએ ટ્રમ્પનું ભાષણ બંધ કર્યુ

ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીની રાત પછી પ્રથમ વખત 17 મીનિટનું ભડકાઉ ભાષણ આપ્યુ

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર તરફ આગળ વધતા ડોનાલ્ડ ટ્રમ્પ સતત જૂઠ બોલી રહ્યા છે, જેને કારણે અમેરિકાની કેટલીક ટીવી ચેનલોએ તેમનું લાઇવ ભાષણ બંધ કરી દીધુ હતું. ટીવી ચેનલોએ કહ્યુ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખોટી સૂચનાઓ ફેલાવી રહ્યા છે. આ પહેલા ટ્રમ્પે ચૂંટણીની રાત બાદ પ્રથમ વખત પોતાના 17 મીનિટના ભાષણ દરમિયાન કેટલીક વખત ભડકાઉ નિવેદન આપ્યુ હતું અને તથ્યહીન દાવા કર્યા હતા.

એમએસએનબીસીના એન્કર બ્રાયન વિલિયમ્સે કહ્યુ, “ઓકે, અમે અહી ફરી એક વખત એક અસમાન્ય સ્થિતિમાં છીએ અને અમે માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિને ટોકી જ નથી રહ્યા પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદનોને યોગ્ય કરી રહ્યા છીએ.” ટીવી ચેનલે થોડી વાર તેમના લાઇવ પ્રસારણને બંધ કરી દીધુ હતું. આટલુ જ નહી અમેરિકન ટીવી ચેનલ એનસીબી અને એબીસીએ પણ ટ્રમ્પના ભાષણનું લાઇવ પ્રસારણ બંધ કરી દીધુ હતું.

NNના જૈક ટેપ્પરે કહ્યુ, ‘અમેરિકા માટે કેટલી દુખદ રાત છે જ્યારે તેમણે પોતાના રાષ્ટ્રપતિ પાસેથી એમ સાંભળવા મળી રહ્યુ છે જે લોકો પર ચૂંટણી પર કબજો કરવાનો ખોટો આરોપ લગાવી રહ્યા છે. આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત પોતાના જીતના દાવાને દોહરાવ્યો હતો. સાથે જ આશંકા વ્યક્ત કરી હતી કે ગેરકાયદેસર વોટ દ્વારા આ ચૂંટણીને ચોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 ટ્રમ્પે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યુ, ‘જો તમે લીગલ વોટ ગણો છો તો હું આરામથી જીતી રહ્યો છું પરંતુ જો તમે ગેરકાયદેસર (મેલ ઇન બેલેટ્સ) વોટ ગણો છો તો તે (ડેમોક્રેટ) દ્વારા અમારી પાસેથી જીત છીનવી શકે છે. હું કેટલાક મોટા રાજ્ય ઐતિહાસિક માર્જિન સાથએ જીતી ચુક્યો છું.

ટ્રમ્પે ઓપિનિયન પોલ્સને ફેક ગણાવતા કહ્યુ, “ઓપિનિયન પોલ્સ કરનારાઓએ જાણી જોઇને આખા દેશમાં બ્લૂ વેવ (ડેમોક્રેટના પક્ષમાં) બતાવ્યુ છે. અસલમાં આવી કોઇ વેવ નહતી. આખા દેશમાં મટોી રેડ વેવ (રિપબ્લિકન પક્ષમાં) છે, જેને મીડિયાને પણ અંદાજો હતો પરંતુ અમને તેનો ફાયદો ના થયો.” મેલ ઇન બેલેટ્સમાં ગડબડની આશંકા વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યુ, “ચોકાવનારી વાત એ છે કે મેલ ઇન બેલેટ્સ કઇ રીતે એક પક્ષ (ડેમોક્રેટ)ની તરફ જ જોવા મળી રહ્યુ છે. આ એક ભ્રષ્ટ પ્રેક્ટિસ છે અને લોકોને પણ ભ્રષ્ટ બનાવે છે, ભલે તે અંદર આવા ના હોય.

(3:56 pm IST)