Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

આજથી WhatsAppથી પૈસા ટ્રાન્સફર કરી શકાશેઃ NPCIએ આપી મંજૂરી

નવી દિલ્હી, તા.૬: ભારતમાં હવે WhatsApp યુઝર્સ એપથી એક બીજાને પૈસા ટ્રાન્સફર કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ગુરુવારે WhatsAppના અપ્રુવલ આપી દીધું છે.લગભગ ૩ વર્ષથી WhatsAppના રાહ હતી અને હવે કંપનીએ આને ભારતમાં લાઈવ કરી દીધું છે. WhatsApp યુપીઆઈ બેસ્ડ પેમેન્ટની ટેસ્ટિંગ પહેલા જ કરી ચૂકયું છે. ફેસબુક ઈન્ડિયા હેડ અજીત મોહને કહ્યું કે ભારતમાં WhatsApp પર પેમેન્ટ લાઈવ થઈ ચૂકયો છે અને લોકો ષ્ત્ર્ર્ીદ્દસ્નખ્ષ્ટષ્ટદ્ગક્ન માધ્યમથી પૈસા મોકલી શકે છે. અમે આ વાતને લઈને ઉત્સાહિત છીએ કે કંપનીએ ભારતમાં ડિઝિટલ પેમેન્ટ શિફ્ટમાં યોગદાન આપી શકશે.

ભારતમાં WhatsApp પેમેન્ટ દસ રિઝનલ ભાષામાં ઉપલબ્ધ રહેશે. જો તમારે વોટ્સએપમાં પહેલાથી પેમેન્ટ ઓપ્શન છે તો તમે આનો ઉપયોગ કરી શકો છો. નથી તો વોટ્સએપ અપડેટ કરીને પેમેન્ટ ઓપ્શન ચેક કરી શકો છો. WhatsApp Payment યુઝ કરનારા કસ્ટમર્સની પાસે ડેબિટ કાર્ડ હોવું જરુરી છે જે યુપીઆઈ સપોર્ટ કરે છે. વોટ્સએપ પેમેન્ટ ઓપ્શનમાં જઈને તમે બેંક સિલેકટ કરી ડિટેલ્સ દાખલ કરી તેને એકિટવ કરી શકો છો.

WhatsAppએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું તે આજે દેશ ભરમાં WhatsApp યુઝર્સ આ એપથી પેમેન્ટ કરી શકશે. WhatsAppનું સિકયોર પેમેન્ટ એકસપીરિએસ પૈસા મોકલવાને મેસેજ મોકલવા જેટલુ સરળ કરી દેશે. WhatsAppએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સાથે મળીને યૂનિફાઈડ્સ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યુપીઆઈ બેસ્ડ પેમેન્ટ ઈન્ટરફેસ તૈયાર કર્યુ છે અને જેમાં ડેટા લોકલાઈઝેશનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

WhatsAppએ પેમેન્ટ સર્વિસ માટે પાંચ મોટી બેંકોની સાથે કરાર કર્યો છે. જેમાં ICI Bank, HDFC Bank, Axis Bank, SBI અને JIo Payments Bankના સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે WhatsAppથી ફકત WhatsAppમાં પૈસા નહીં બલ્કે WhatsAppથી કોઈ પણ યુપીઆઈ સપોર્ટેડ એપમાં પણ મોકલી શકાય છે. એટલે કે જો સામે વાળો વ્યકિત વોટ્સએપ પેમેન્ટ એપ વાપરી નથી રહ્યો તો પણ તમે WhatsAppના પેમેન્ટ કરી શકો છો. WhatsAppના જણાવ્યાનુંસાર આ પેમેન્ટ કરવું સિકયોર રહેશે અને દરેક ટ્રાન્ઝેકશન માટે યુપીઆઈ પિનની જરુર રહેશે. સ્ટેટમેન્ટમાં કંપનીએ કહ્યું છે કે WhatsApp પેમેન્ટ એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આ માટે યુઝર્સ એપ અપડેટ કરી શકાય છે.

(2:57 pm IST)