Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ટ્રમ્પના વાયદાઓ ઉપર આંખ બંધ કરી ભરોસો ન કરી શકાય

વિદેશ નિતી

ટ્રમ્પઃ ચીન ઉપર મુખ્ય ફોકસ ચીનથી લાખો નોકરીઓ અમેરીકા લાવવાનો વાયદો અફઘાનીસ્તાનથી સૈનીકો બોલાવવાની વાત કહી

બીડનઃ ટ્રમ્પના નિર્ણયો બદલવાનો વાયદો વિશ્વમાં અમેરીકાનું નેતૃત્વ પુનઃ સ્થાપીત કરવાનું વચન. ચિન પ્રત્યે આક્રમકતા દર્શાવી.

રંગભેદ

ટ્રમ્પઃ રંગભેદ ઉપર કાઇ બોલવાથી બચ્યા તેના ઉપર નિતી બનાવવાના વિચારને નકાર્યો. સરકારની નીતીઓ અશ્વેતો પ્રત્યે સારી હોવાનું જણાવ્યુ.

બીડનઃ રંગભેદને સમાપ્ત કરતા નિતિ બનાવવા વચન અશ્વેત ધંધાર્થીઓ માટે ૫૦ અરબ ડોલરના રોકાણનો વાયદો

અર્થવ્યવસ્થા

ટ્રમ્પઃ ૧૦ મહિનામાં ૧૦ મીલીયન નોકરીઓનો વાયદો એક મીલીયન નવી નાની કંપનીઓનું ગઠનનું વચન

 બીડનઃ અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા જણાવ્યુ બેરોજગારી ઓછી કરવા સરકારી ખર્ચ વધારવાની યોજના જણાવી.

ઇમીગ્રેશન

ટ્રમ્પઃ ગેરકાયદે અપ્રવાસીઓને રોકવા માટે કડકાઇ. મેકસીકો સીમાએ દીવાલ અનિવાસીઓ અને માનવ ફરજીયાત બહાર કાઢવા વાયદો

બીડનઃ મેકસીકો સીમાએ દિવાલ નિર્માણ રોકવાનો વાયદો વૈશ્વિક નિરાશ્રીતોની સીમાને ૧.૨૫ લાખ કરવાનું વચન

પર્યાવરણ

ટ્રમ્પઃ પર્યાવરણને નોકરીઓથી જોડયુ. ગેસ અને તેલ ઉત્પાદન વધારતા પર્યાવરણને સંતુલીત રાખવાની વાત કરી.

બીડનઃ જળવાયુ પરિવર્તન મોટો પડકાર હોવાનું જણાવ્યુ મોટા દેશો સાથે મળી પેરીસ સમજુતી ફરી લાગુ કરવાનું કહ્યું.

(2:56 pm IST)