Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રેડ કરવા ગયેલ પોલીસ કર્મીઓને લાકડી-ડંડાથી પીટયાઃ ૯ જવાન ઘાયલ

રાજસ્થાનમાં સટ્ટોડીયાઓ બેખોફ

જયપુર તા. ૬: રીંગસ રોડ ઉપર ક્રિકેટના સટ્ટા અંગે કાર્યવાહી કરવા પહોંચેલ પોલીસની ટીમ ઉપર રર થી વધુ લોકોએ પથરાવ કરી લાકડી-ડંડાથી માર મારવાની ઘટના બની છે. જેમાં પોલીસની બે ગાડીઓના કાચ તુટેલ અને ૯ પોલીસમેન ઘાયલ થયેલ. ૩-૪ પોલીસવાળાના મોબાઇલ પણ છીનવી લેવાયેલ.

અચાનક થયેલ હુમલાથી પોલીસ ટીમે પીછેહઠ કરવી પડેલ અને વધુ પોલીસ કુમકો મંગાવી ૩ લોકોની ધરપકડ કરેલ. આ મામલે રર લોકો વિરૂધ્ધ જીવલેણ હુમલો અને રાજકાર્યમાં બાધા નાખવા સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. સ્ટેશન અધિકારી હેમરાજસિંહે જણાવેલ કે આમાલીયા નિવાસી શ્રવણ સૈની, સાગર સૈની, પુષ્પેંદ્ર સૈની ની ધરપકડ કરાયેલ. પ બાઇક પણ જપ્ત કરાયેલ. ઘાયલ પોલીસ ટીમમાં એક ને પગમાં તથા અન્ય એકને હાથમાં ફ્રેકચર આવ્યું છે.

(2:54 pm IST)