Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જાડીયા લોકોને કોરોનાનો ખતરો વધુ

એમ્સના સર્વેમાં જણાવાયુ : ૨૩ થી વધુ બીએમઆઇવાળા સાવધાન રહે

ચેન્નઇ તા. ૬ : અદોદરૂ અને જાડીયુ શરીર ધરાવનારાઓ માટે કોરોના સંક્રમણનું જોખમ વધુ રહેતુ હોવાનું એઇમ્સના એક સર્વેમાં નોંધાયુ છે.ચિકિત્સકોના જણાવ્યા મુજબ જે લોકોએ બોડી માસ ઇંડેકસ (બીએમઆઇ) ૨૩ થી વધુ હોય તેમને કોરોના સંક્રમણ ઝડપથી લાગી શકે છે. કોરોથી સંક્રમિત લોકોનું અવલોકન કરાયુ તેમાં મોટી સંખ્યામાં મોટાપાના દર્દીઓ જ જોવા મળ્યા હતા.  ૩૦% લોકો એવા હતા જે કદાવર શરીર ધરાવતા હતા.આ લોકોને કોરોના સંક્રમણ થવાથી સૌથી વધુ અસર લીવર ઉપર પડે છે. લોહીમાં ઓકસીજન ઘટવા લાગે છે. આવુ ન થાય તે માટે મોટુ શરીર ધરાવતા લોકોએ થોડી વધુ સાવધાની રાખવી જરૂરી છે. ખાન પાનનું બેલેન્સ જાળવવા તેલ-ઘી નું પ્રમાણ ઘટાડવુ પડે છે. યોગ અને કસરત વધરવા પડે છે.

(2:53 pm IST)