Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

લાલુ યાદવ મનાવશે જેલમાં દિવાળી: ઝારખંડ હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ટળી

સીબીઆઈએ વધુ સમયની માંગતા કોર્ટે માન્ય રાખતા હવે વધુ સુનાવણી 27 નવેમ્બરે થશે.

રાંચી :બહુચર્ચિત ઘાસચારા કૌભાંડ મામલે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદની જમાનત અરજીની સુનાવણી ઝારખંડ હાઈકોર્ટમાં ટળી છે. સુનાવણી દરમિયાન સીબીઆઈના અધિવક્તાએ અદાલત પાસે વધુ સમયની માગ કરી હતી. સુનાવણી દરમિયાન સીબીઆઈના અધિવક્તાએ અદાલત પાસે વધુ સમયની માંગ કરી હતી. જેના પર અદાલતે સમય આપતા કહ્યું કે, આ કેસની વધુ સુનાવણી 27 નવેમ્બરે થશે.

ઝારખંડ હાઈકોર્ટના ન્યાયધીશ અપરેશ કુમાર સિંહની અદાલતમાં લાલુ પ્રસાદની જમાનત અરજી પર સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન સીબીઆઈએ લાલુ પ્રસાદની જમાનત અરજી પર જવાબ આપવા માટે અદાલત પાસે સમયની માગ કરી હતી. અદાલતે 2 સપ્તાહનો સમય આપતા આગામી સુનાવણી 27 નવેમ્બરે નક્કી કરવામાં આવી છે. લાલુપ્રસાદ તરફથી ઝારખંડ હાઈકોર્ટમાં દુમકા ટ્રેઝરીના ગેરકાયદેસર નિકાસ મામલે ઝારખંડ હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે, તેમની કસ્ટડીનો સમય દુમકા ટ્રેઝરીના કેસ આપવામાં આવેલી સજા અડધી પૂર્ણ થઈ ગઈ છે. તે માટે તેમને જામીન આપવા જોઈએ.

(2:21 pm IST)