Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ વિરુદ્ધ હંસા રિસર્ચ ગ્રુપની હાઇકોર્ટમાં ધા : ટીઆરપી સ્કેમ મામલે પોતાના કર્મચારીઓએ આપેલું નિવેદન પાછું ખેંચી લેવા દબાણ કરાઈ રહ્યું છે : વારંવાર પોલીસ સ્ટેશને બોલાવી કલાકો સુધી બેસાડી રાખી ખોટા નિવેદનો આપવા દબાણ થઇ રહ્યાનો આરોપ

મુંબઈ : ટીઆરપી રિસર્ચ સર્વિસ ક્ષેત્રે કાર્યરત હંસા રિસર્ચ ગ્રુપ પ્રા લી એ મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ વિરુદ્ધ હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવાયા મુજબ  ટીઆરપી સ્કેમ મામલે રિપબ્લિક ટીવી અને મુંબઈ પોલીસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ દરમિયાન અમારી કંપનીને સંડોવવાની કોશિષ થઇ રહી છે.

કંપનીના ડિરેક્ટર નરસિંહ કે સ્વામી ,સીઈઓ પ્રવીણ નિઝર ,તથા ડેપ્યુટી જી.એમ.નીતિન દેઓકરે હાઇકોર્ટ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ રિપબ્લિક ટીવી અને મુંબઈ પોલીસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે  તેઓને હેરાનગતિ થઇ રહી છે.જે મુજબ મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અમારા કર્મચારીઓને વારંવાર પોલીસ સ્ટેશને બોલાવી કલાકો સુધી બેસાડી રાખે છે.કંઈપણ આગળ વધ્યા વિના માત્ર અમારા કર્મચારીઓને પોલીસ કહે તેમ નિવેદન આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે.
 
પિટિશનમાં ફરિયાદીઓએ આસી.પોલીસ ઇન્સ્પેકટર સચિન વાઝે ,મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સીંઘ ,ચીફ ઇન્વેસ્ટિગેશન ઓફિસર શશાંક સંદબોધર , મહારાષ્ટ્ર સરકાર તથા સીબીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:20 pm IST)