Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જમ્મુ-કાશ્મીરના પમ્પોરના લાલપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર : એક આતંકવાદી ઠાર : એક સરેન્ડર

ફાયરિંગમાં બે અજાણ્યા લોકો ઘાયલ થયા

જમ્મુ-કાશ્મીરના પમ્પોરમાં થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થવાના સમાચાર સામે આવ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ સંદર્ભમાં નિવેદન જારી કર્યું છે. જ્યારે એક આતંકીએ સરેન્ડર કર્યું છે.

  અત્યાર સુધી માર્યા ગયેલા આતંકીની ઓળખ થઈ નથી.

 આ અગાઉ કાશ્મીર ઝોન પોલીસે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પમ્પોરમાં આતંકીઓની હાજરીની સુચના મળી હતી જે બાદ સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ ફાયરિંગમાં બે અજાણ્યા લોકો ઘાયલ થયા છે

(12:57 pm IST)