Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પ્રવાસન ઉદ્યોગમાં પ્રાણ ફુંકવા સરકાર લાવી રહી છે 'સાથી' અને 'નીધી' યોજના

ચેન્નઇ તા. ૬ : કોરોનાના કારણે મૃતપાય અવસ્થામાં આવી પડેલ પ્રવાસન ઉદ્યોગમાં પ્રાણ ફુંકવા કેન્દ્ર સરકારે પ્રયાસો આદર્યા છે.  આ માટે સુરક્ષા માપદંડોના પાલન સાથે આતિથ્ય ઉદ્યોગના મુલ્યાંકન, જાગરૂકતા અને પ્રશિક્ષણ (સાથી) યોજના અને આતિથ્ય ઉદ્યોગના રાષ્ટ્રીય એકીકૃત ડેટાબેસ (એનઆઇડીએચઆઇ) યોજના બનાવી છે.

પર્યટન જગતમાં પ્રવાસીઓને આકર્ષવા તેમજ તેમને સહાયતા કરવા મંત્રાલયે હાલ 'સાથી' સીસ્ટમ ફોર એસેસમેન્ટ, અવેરનેસ એન્ડ ટ્રેનીંગ ફોર હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રી) નામની યોજના બનાવી છે. રાજય સરકાર અને કેન્દ્ર અનુસાસીત પ્રદેશોના સહયોગથી પર્યટન મંત્રાલય પોતાના પોર્ટલ નેશનલ ઇન્ટીગ્રેટેડ ડેટાબેસ ઓફ હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રી (નીધી) માં દેશને ઉપલબ્ધ આવાસ ઇકાઇઓને રજીસ્ટ્રેશન કરવા જઇ રહેલ છે.

૧૩ ઓકટોબર સુધીમાં આ પોર્ટલ ઉપર ૨૫૭૮૬ આવાસ ઇકાઇઓનું રજીસ્ટ્રેશન થઇ ચુકયુ છે.

આ દરીમયાન ભારત યુકેન વચ્ચે થયેલ સમજુતી બન્ને દેશો માટે લાભદાયી બની રહેશે. ભારતના પ્રવાસી યુકેન સહીત અફઘાનિસ્તાન, બહેરીન, ઓમાન, કનાડા, ફ્રાંસ, જર્મની, ઇરાક, જાપાન, માલદીવ, નાઇઝીરીયા, કતર, દુબઇ, કેન્યા, ભુટાન, બ્રીટેન અને અમેરીકાની યાત્રાએ જઇ શકશે. સામે એ દેશોના યાત્રીઓ ભારત આવી શકશે.

(12:43 pm IST)