Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

શેડ્યુલ કાસ્ટની વ્યક્તિનું અપમાન કરવું કે તેને ગાળો દેવી તે વ્યક્તિગત બાબત ગણાય :આવી ફરિયાદ એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ આવી શકે નહીં : સમગ્ર જ્ઞાતિને હડધૂત કરી હોય તો જ એસ.સી.એસ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી શકાય : સુપ્રીમ કોર્ટની ખંડપીઠના ન્યાયધીશોએ ઉત્તરાખંડ હાઇકોર્ટના ચુકાદાને અમાન્ય કર્યો

ન્યુદિલ્હી : ઉત્તરાખંડમાં પ્રોપર્ટીની માલિકી બાબતે શેડ્યુલ કાસ્ટની વ્યક્તિ તથા સવર્ણ વ્યક્તિ વચ્ચે ચાલી રહેલા કોર્ટ કેસ દરમિયાન શેડ્યુલ કાસ્ટની વ્યક્તિએ સવર્ણ વિરુદ્ધ એફ.આઈ.આર.નોંધાવી હતી.તથા જણાવ્યું હતું કે સવર્ણ વ્યક્તિએ મારુ અપમાન કરી ગાળો દીધી છે.તથા જાનથી મારી નાખવાની ધમકી આપી છે.જેને લઈને તેણે સવર્ણ વ્યક્તિ વિરુદ્ધ એસ.સી.એસ.ટી.એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.જેના અનુસંધાને ઉત્તરાખંડ હાઇકોર્ટે સવર્ણ વ્યક્તિને કસુરવાન ગણાવતો ચુકાદો આપતા તેણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના જજશ્રી હેમંત ગુપ્તા , શ્રી નાગેશ્વર રાવ ,તથા શ્રી અજય રસ્તોગીની ખંડપીઠે  કેસની વિગત ધ્યાને લઇ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે શેડ્યુલ કાસ્ટની વ્યક્તિ પોતાના અપમાન કે ગાળો કે ધમકી બાબતે એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી શકે નહીં . આ વ્યક્તિગત બાબત છે.જો સમગ્ર જ્ઞાતિને હડધૂત કરી હોય તો જ એસ.સી.એસ.ટી.એક્ટ હેઠળ ગુનો નોંધી શકાય .

નામદાર કોર્ટે શેડ્યુલ કાસ્ટની વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ અનુસંધાને પોલીસ તપાસ કરવાનો હુકમ કરી એસ.સી.એસ.ટી.એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદ રદ કરતો ચુકાદો આપ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:42 am IST)