Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મોરાટોરિયમ કેશબેક શરૂ : વ્યાજના વ્યાજની રકમ બેંક ખાતાઓમાં પરત જમા થવા લાગી

નવી દિલ્હી તા. ૬ : મોટી રકમના લોનધારકોને લોકડાઉન ઉપર વ્યાજ ઉપર જે વ્યાજ ચડાવાયુ હતુ તે રકમ પરત જમા આપવાનું શરૂ થઇ ગયુ છે.

ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઇ) એ છેલ્લા અઠવાડીયામાં દરેક બેંકો, ગેર બેંકીંગ ખાનગી કંપનીઓ સહીત નાણા આપતી તમામ સંસ્થાઓને આદેશો કર્યા હતા કે લોકડાઉન દરમિયાન ર કરોડથી ઉપરની લોન હોય તેવા કર્જદારોને છ મહીનાનું વ્યાજનું વ્યાજ માફ કરી દેવુ.

પ નવેમ્બર સુધી અમલી બનાવાયેલ આ યોજનામાં સાર્વજનિક ક્ષેત્રની એક બેંકના ગ્રાહકે એવો નિર્દેશ આપ્યો છે કે કોવિડ-૧૯ રાહત અનુદાન રાશી ત્રણ નવેમ્બરના જ તેમના ખાતામાં આવી ગઇ છે.

નાણા મંત્રાલયે જણાવ્યુ છે કે ગોલ્ડ સહીત કંઝપ્શન લોન પણ આ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવી છે. જેમાં વ્યાજ ઉપર વ્યાજ નીકળતુ હોય છે. એમ.એસ.એમ.ઇ. મુજબ વર્ગીકૃત લોન સહીત આઠ એલીજીબલ કેટેગરી મુજબ ઇન્ડીવીઝીયુઅલ લોન પણ આ માફી સ્કીમ હેઠળ આવી જાય છે.

સરકારે છ મહીનાની અવધી માટે આ યોજના જાહેર કરી છે. જો કે કૃષિને આ દાયરાથી અલગ રાખેલ છે.

(11:22 am IST)