Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

કોરોના નેગેટીવ હશે તો વિદેશી લોકોને કોરોન્ટાઇનમાંથી છૂટ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરી નવી ગાઇડલાઇન : ત્રણ વિકલ્પો ઉપલબ્ધ કરાવાશે

નવી દિલ્હી તા. ૬ : કેન્દ્ર સરકારે વિદેશથી આવતા મુસાફરોને સાત દિવસ ફરજીયાતપણે કોરોન્ટાઇનમાં રાખવા માટે છૂટ પ્રદાન કરી છે. તેના માટે મુસાફરોને પણ વિકલ્પ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગઇકાલે કહેવામાં આવ્યું છે કે જો કોઇ વ્યકિત પરિવારમાં મૃત્યુ અથવા બીમારીના કારણે ભારત પાછો ફરે તો તેને એરપોર્ટ પર સાત દિવસના કોરોન્ટાઇનથી છૂટ મેળવવા માટે મુસાફરોને છૂટ રહેશે.

મંત્રાલયના જણાવ્યા મુજબ યાત્રાના ૭૨ કલાક પહેલા જે લોકો કોરોના ટેસ્ટ કરાવ્યો હોય અને નેગેટિવ રીપોર્ટ હોય તેને પણ સાત દિવસના કવોરોન્ટાઇનથી છૂટ મળશે.

નિર્દેશોના જણાવ્યા મુજબ ત્રણ શ્રેણીઓમાં છૂટ મેળવ્યા બાદ લોકોને ૧૪ દિવસ ખુદને ઘર પર કોરોન્ટાઇનમાં રહેવું પડશે અને એક સોગંદનામુ આપવું પડશે કે કોરોના જેવા લક્ષણ થવા પર તે સ્વાસ્થ્ય વિભાગને જાણ કરશે.

(11:20 am IST)