Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જાન્યુઆરીમાં પુટિન પદ છોડે તેવા એંધાણ

ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે રૂસી રાષ્ટ્રપતિઃ ગર્લફ્રેન્ડ અને તેમની પુત્રીઓના આગ્રહને વશ થઇ રાજગાદી છોડશે

મોસ્કો, તા.૬: છેલ્લા ૨૦ વર્ષથી રૂસ ઉપર રાજ કરી રહેલ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિન આવતા વર્ષના પ્રારંભે પોતાના પદ પરથી રાજીનામુ આપી શકે છે.

સૂત્રોએ દાવો કર્યો છે કે પુટિનને રાજીનામુ આપવાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીના કવાઇવા અને તેમની બે પુત્રીઓએ કરી છે. દાવો છે કે પુટિન પાર્કિસંસ બિમારીથી પીડાય છે. હાલમાં આવેલી તસ્વીરો બાદ પુટિનની બિમારીની અટકળો વેગવંતી બની છે.

બ્રિટીશ અખબાર 'ધ સીન'ને મોસ્કોના રાજકીય વર્તુળોએ કહ્યુ હતુ કે પુટિનની ગર્લફ્રેન્ડ અને તેની બે પુત્રીઓએ પુટિનને રાજીનામુ આપવા આગ્રહ કર્યો છે.

પુટિન જાન્યુઆરીમાં સતા બીજા કોઇને સોંપી શકે છે. તેઓ પાર્કિસેસની બિમારીથી પીડાય રહ્યા છે. હાલની તસ્વીરોમાં તેમની બિમારીના લક્ષણ જોવા મળે છે.

(11:18 am IST)