Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

૬૦ લાખ પેન્શનર્સ માટે ખુશખબર : દિવાળી પહેલા સરકાર આપી શકે છે બમણા પેન્શનની ગિફટ

શ્રમ મંત્રાલયના મિનિમમ પેન્શનમાં વધારાના પ્રસ્તાવ પર નાણા મંત્રાલય સહમત થઇ ગયું

નવી દિલ્હી તા. ૬ : EPFOના વ્યાપમાં આવતી સંગઠિત ક્ષેત્રની કંપનીઓને પોતાના કર્મચારીઓને EPFનો લાભ ઉપલબ્ધ કરાવવાનો હોય છે. EPFમાં એમ્પ્લોયર તથા અમ્લોપીઈ બંને તરફથી યોગદાન કર્મચારીના બેઝિક પગાર તથા DAના ૧૨-૧૨ ટકા હોય છે. કંપનીના ૧૨ ટકા યોગદાનમાંથી ૮.૩૩ ટકા એમ્પ્લોઇય પેન્શન સ્કીમ EPSમાં જાય છે.

CNBC આવાજને સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, EPFOથી પેન્સનર્સને દિવાળી પર વધેલા પેન્શનની ભેટ મળી શકે છે. સૂત્રો મુજબ, નાણા મંત્રાલય શ્રમ મંત્રાલયના મિનિમમ પેન્શનમાં વધારાના પ્રસ્તાવ પર સહમત થઈ ગયું છે. શ્રમ મંત્રાલયના પ્રસ્તાવ પર સહમતિના કારણે મિનિમમ પેન્શન બમણું કરવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મિનિમમ પેન્શન ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦ રૂપિયા થઈ શકે છે. તેની પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝથી ૨૦૧૯માં મંજૂરી મળી હતી. હવે CBTની મિનિમમ પેન્શન ૨૦૦૦-૩૦૦૦ રૂપિયા કરવાની માંગ છે. પેન્શન બમણું કરવા પર સરકારના માથે ૨૦૦૦-૨૫૦૦ કરોડ રૂપિયાનું ભારણ વધશે. આ વધારાથી લગભગ ૬૦ લાખ પેન્શનરોને ફાયદો મળશે.

નોંધનીય છે કે, પ્રાઇવેટ સેકટરથી સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓને પણ નિવૃત્ત્િ। બાદ માસિક પેન્શનનો લાભ મળી શકે, તેના માટે એમ્પ્લોઇ પેન્શન સ્કીમ ૧૯૯૫ (EPS)ની શરૂઆત કરવામાં આવી હતી. EPF સ્કીમ, ૧૯૫૨ હેઠળ એમ્પ્લોયર દ્વારા કર્મચારીના EPFમાં કરવામાં આવતા ૧૨ ટકા કોન્ટ્રીબ્યૂશનમાં ૮.૩૩ ટકા EPSમાં જાય છે. ૫૮ વર્ષની ઉંમર બાદ કર્મચારી EPSના પૈસાથી મન્થલી પેન્શનનો લાભ મેળવી શકે છે.

EPF એકાઉન્ટથી કેટલા પૈસા ઉપાડી શકાય છે? - ૧૦ વર્ષથી પહેલા સેવાના વર્ષ જેટલા ઓછા હશે એટલી ઓછી રકમ ને તમે એકસાથે ઉપાડી શકશો. ડેલોયટ ઈન્ડિયામાં પાર્ટનર સરસ્વતી કસ્તૂરીરંગન કહે છે કે ઇપીએફ સ્કીમથી એકસાથે ઉપાડની મંજૂરી ત્યારે જ મળે છે જો સેવાના વર્ષ ૧૦ વર્ષથી ઓછા છે. તમને પરત કરવામાં આવતી રકમ ઇપીએફ સ્કીમ ૧૯૯૫માં આપવામાં આવેલા ટેબલ ડી પર આધારિત રહેશે.

નોકરી ગુમાવતા ઈપીએફ ખાતાથી પૈસા ઉપાડતા શું થશે? – ઈપીએફ સ્કીમ હેઠળ, નોકરી ગુમાવનાર સભ્યની પાસે પૂરી રકમ ઉપાડીને ખાતાને બંધ કરવાનો વિકલ્પ છે. ખાતાને બંધ કરવા (બે મહિનાથી વધુ સમય માટે બેરોજગાર રહેતા) પર ઇપીએફ અને ઇપીએફ ખાતું (શરત એ છે કે સેવાના વર્ષ ૧૦ વર્ષથી ઓછા હોય)થી એકસાથે પૂરી રકમ ઉપાડી શકાય છે.

(11:16 am IST)