Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

શરમજનક ઘટના

પુણેમાં ૩૭ વર્ષીય મહિલા સાથે રેપની કોશિશઃ વિરોધ કર્યો તો નરાધમે મહિલાની કાઢી નાંખી એક આંખ

પુણે,તા.૬: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ૩૭ વર્ષીય મહિલા સાથે દુષ્કર્મની કોશિશ કરવા પર મહિલાએ વિરોધ કર્યો હતો. જેના પગલ નરાધમ યુવકે મહિલાની એક આંખ જ બહાર કાઢી નાંખી હતી.

મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ન્હાવરે ગામમાં પોલીસ અજ્ઞાત વ્યકિત સામે આઈપીસી કલ ૩૦૭ અને ૩૫૪ અંતર્ગત ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિત મહિલા બુધવારે શૌચ માટે ગઈ હતી ત્યારે એક અજાણ્યા વ્યકિતએ તેને પાછળથી દબોચી લીધી હતી અને તેની સાથે જબદસ્તી કરવાનું શરું કર્યું હતું.

મહિલાએ જયારે તેનો પ્રતિકાર કર્યો ત્યારે આ વ્યકિતએ મહિલા ઉપર હુમલો કરીને તેની એક આંખ બહાર કાઢી નાંખી હતી. મહિલાએ બુમો પાડતા સ્થાનિક લોકો દ્યટના સ્થળે પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત મહિલાનો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મામલાને ગંભીરતાને લઈને પુણે ગ્રામીણ એસપી અભિનવ દેશમિખ પોતાની ટીમે સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. શિરુર પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત વ્યકિત વિરુદ્ઘ આઈપીસી ૩૦૭ અને ૩૫૪ અંતર્ગત ફરિયાદ નોંધીને અજાણ્યા આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે પીડિત મહિલા સાથે આટલી ક્રૂરતા કરવા પાછળનું શું કારણ છે. કોઈ દુશ્મની તો નથી ને? પોલીસ ગ્રામીણ વિસ્તારમાં લોકો સાથે પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત લોકડાઉમાં જેલમાંથી પેરોલ અને ફરલો ઉપર બહાર આવેલા આરોપીઓની પણ પૂછપરછ થઈ રહી છે.

ઉત્ત્।ર પ્રદેશના હાથરસના કેસમાં પણ આરોપીઓની ક્રૂરતા દર્શાવે છે. આરોપીઓએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ તેની જીભ કાપી નાંકી હતી અને તેને શારીરિક ઈજાઓ પણ પહોંચાડી હતી. ત્યારબાદ સગીરાનું દિલ્હીમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. સગીરાના મોત બાદ હાથરસ કેસના પડદ્યા સમગ્ર દેશમાં પડવા લાગ્યા હતા.

(9:41 am IST)