Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

હરિયાણામાં ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકોને 75 ટકા અનામત: બિલને મંજૂરી

લગભગ અઢી લાખ લોકોને પહેલા ચરણમાં નોકરી મળી શકશે

હરિયાણામાં ખાનગી નોકરીઓમાં રાજ્યના લોકોને 75 ટકા અનામનત આપવા માટે વિધાનસભામાં એક મહત્વપૂર્ણ બિલને મંજૂરી મળી ગઈ છે. હવેથી રાજ્યમાં ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક લોકોને 75 ટકા અનામત આપવામાં આવશે. રાજ્યમાં ભાજપ-જેજેપીની ગઠબંધનવાળી સરકારે  બિલને મંજૂરી આપી.છે  બિલમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 50 હજારથી ઓછા પગારવાળી નોકરીઓમાં સ્થાનિક લોકોને 75 ટકા અનામત આપવામાં આવશે.

અનામત સંબંધિત બિલને મંજૂરી આપ્યા બાદ જનનાયક જનતા પાર્ટી (જેજેપી) અને પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે અમે આશા કરીએ છીએ કે ટૂંક સમયમાં મહામહિમ રાજ્યપાલ પણ તેના પર પોતાની મંજૂરી આપશે. તેમણે જણાવ્યું કે હરિયાણામાં આવનારા સમયમાં જેટલું પણ રોજગાર ઉત્પન્ન થશે તેના અંદર અમે અમારા યુવાઓને 75 ટકા અનામત આપી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યમાં નવા બિલને મંજરી મળ્યા પછી હવે લગભગ અઢી લાખ લોકોને પહેલા ચરણમાં નોકરી મળી શકશે. સ્થાનિકોને અનામત મળે તેના માટે નાયબ મુખ્યમંત્રી ચૌટાલાએ આવાજ ઉઠાવી હતી. તે પછી બુધવારે બિલને વિધાનસભાના ફ્લોર પર મુકવામાં આવ્યું, જેને ગુરુવારે મંજૂરી મળી ગઈ.

ઉલ્લેખનીય છે કે પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સ્થાનિક લોકોને ખાનગી નોકરીઓમાં 75 ટકા અનામત આપવાની વાત કહી હતી. બિલની જોગવાઈ ખાનગી કંપનીઓ, સોસાયટીઓ, ટ્ર્સ્ટો અને ભાગેદારીવાળી કંપનીઓ પણ લાગૂ થશે

 

(12:00 am IST)