Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ટ્રમ્પની અરજી કોર્ટે ફગાવી દીધી

મિશિગન-જોર્જિયામાં ટ્રમ્પને મળી પછડાટ

વોશીંગ્ટન, તા.૬: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોર્ટમાં ગયેલા ટ્રમ્પ જુથને પછડાટ મળી છે. મિશિગન અને જોર્જિયામાં તેમના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે.

મિશિગનમાં ટ્રમ્પ જુથે અનુપસ્થિત મતપત્રોની ગણતરી રોકવાની માંગ કરી હતી જયારે જોર્જિયામાં એવો આરોપ લગાવાયો હતો કે ત્યાં અનુચિત મતપત્ર પણ ગણતરીમાં લેવામાં આવી રહ્યા છે.

પરંતુ મિશિગન કોર્ટ ઓફ કલેમ્સના ન્યાયધીશ સ્ટીફન્સે દાવો ફગાવી દીધો હતો જેમાં કહેવાયુ હતું કે મિશિગન રાજયના સચિવ સ્થાનિક ગણતરી પ્રક્રિયાામાં સામેલ નથી.

મિશિગનમાં બિડેનને વિજેતા જાહેર કરાવ્યા છે. જોર્જિયામાં ન્યાયધીશ જેમ્સે ટ્રમ્પ જુથના દાવાને ફગાવી દીધો છે.

ટ્રમ્પે પેસિલ્વેનિયા અને નેવાદામાં પણ કેસ દાખલ કર્યા છે. આ સિવાય વિર-કોન્સિનમાં વોટોની પુનઃ ગણતરીની માગ કરી છે.

(11:18 am IST)