Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

એમ્બ્યુલન્સને રસ્તો બનાવવા મદદ કરવા માટે બે કિલોમીટર સુધી દોડ્યો પોલીસકર્મી

સોશિયલ મીડિયા પર હૈદરાબાદનો વિડિઓ વાયરલ :લોકો ટ્રાફિક કોન્સ્ટેબલના કામની કરી રહ્યા છે વખાણ

 

નવી દિલ્હી : એક ટ્રાફિક કોન્સ્ટેબલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ટ્રાફિક કોન્સ્ટેબલ એમ્બ્યુલન્સને રસ્તો બનાવવા માટે બે કિલોમીટર સુધી દોડતો રહ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો ટ્રાફિક કોન્સ્ટેબલના આ કામની પ્રશંસા કરી રહ્યા છે.

આ ઘટના તેલંગાણાના હૈદરાબાદની છે.સોમવાર સાંજે 6થી 7 વાગ્યા વચ્ચે હૈદરાબાદના જીપીઓ જંક્શન વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી. અહી ડ્યૂટી કરી રહેલા ટ્રાફિક કોન્સ્ટેબલ જી.બાબજીએ ટ્રાફિકમાંથી એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવા માટે ખુદ મોરચો સંભાળ્યો હતો એમ્બ્યુલન્સની આગળ દોડીને તેની માટે રસ્તો બનાવ્યો હતો. જી.બાબજીએ જણાવ્યુ કે સાંજના સમયે ટ્રાફિક વધુ હોય છે. આ દરમિયાન તેમણે જોયુ કે એમ્બ્યુલન્સ ટ્રાફિકને કારણે નીકળી શકી નહતી, માટે તેમણે ખુદ લોકોને રસ્તામાંથી હટવાની અપીલ કરી હતી અને એમ્બ્યુલન્સ માટે રસ્તો બનાવીને તેને ટ્રાફિકમાંથી બહાર કાઢી હતી.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે જી.બાબજી ટુ વ્હીલર વાહન ચાલકોને એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે કહી રહ્યા છે અને ફોર વ્હિલર વાહનો માટે રસ્તો બનાવીને એમ્બ્યુલન્સને ટ્રાફિકમાંથી કાઢી રહ્યા છે. જ્યારે જી. બાબજી આ બધુ કરી રહ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સમાં બેઠેલા એક વ્યક્તિએ પોતાના મોબાઇલથી આ બધુ શૂટ કરી લીધુ હતું અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતું. તે પછી સોશિયલ મીડિયા પર આ વીડિયો પસંદ કરવામાં આવ્યો હતો અને લોકો કોમેન્ટ કરીને ટ્રાફિક કોન્સ્ટેબલની પ્રશંસા કરી રહ્યા હતા.

(11:09 pm IST)