Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

' સહિષ્ણુતાનો વહેમ મનમાંથી કાઢી નાખો ' : રાજનીતિક ઇસ્લામ ખતરનાક સાબિત થઇ રહ્યું છે : તેની સામે કડકાઈથી કામ લ્યો : વિયનામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઓસ્ટ્રેલિયાના ચાન્સેલરની યુરોપીઅન દેશોને ચેતવણી

વિયના : ઓસ્ટ્રેલિયાના વિયનામાં થયેલા આતંકવાદી હુમલાથી ચોકી ગયેલા ચાન્સેલરે યુરોપિયન દેશોને ચેતવણી આપી છે.જેમાં જણાવ્યા મુજબ ધાર્મિક સહિષ્ણુતાનો વહેમ હવે મનમાંથી કાઢી નાખવાનો સમય પાકી ગયો છે.

તેમણે ઉમેર્યું હતું કે  રાજનીતિક ઇસ્લામ ખતરનાક સાબિત થઇ રહ્યું છે તેની સામે કડકાઈથી કામ લેવું જરૂરી છે.તે યુરોપના દેશોની જીવનશૈલી બદલાવી રહ્યું છે.તેથી તેની સામે કડક પગલાં લેવા ફ્રાન્સ સરકારને સમર્થન આપવું ખુબ જરૂરી છે.તેમજ અમે આ માટે ફ્રાન્સ સરકારના સતત સંપર્કમાં છીએ તેમ જણાવ્યું હતું.

(6:24 pm IST)