Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પાકિસ્તાની સરકારે કરતારપુર સાહેબ માટે લોન્ચ કર્યું ગીત :ત્રણ ભાગમાં પોસ્ટ કરાયું :સિદ્ધૂને પણ દર્શાવાયા

જરનૈલ સિંહ ભિંડરાવાલે સહિત અન્ય ખાલિસ્તાની લીડર્સની તસવીર પણ વીડિયોમાં દેખાડાઈ

 

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાનમાં સ્થિત કરતારપુર સાહેબ પર ગુરુ નાનકના 550માં પ્રકાશ પર્વની તૈયારીઓ ચાલી રહી છે. 9 નવેમ્બરે કોરિડોરનું ઉદ્ઘાટન થવાનું છે પહેલાં પાકિસ્તાની સરકારે કરતારપુર સાહેબ માટે એક આધિકારિક ગીત લોન્ચ કર્યુ છે. ત્રણ ભાગમાં પોસ્ટ કરવામાં આવેલા ગીતમાં પંજાબ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધૂને દેખાડવામાં આવ્યા છે.

ઉપરાંત જરનૈલ સિંહ ભિંડરાવાલે સહિત અન્ય ખાલિસ્તાની લીડર્સની તસવીર પણ વીડિયોમાં દેખાડવામાં આવી છે. પાકિસ્તાને લગભગ ચાર મિનિટનો વીડિયો જાહેર કર્યો છે જેમાં પાકિસ્તાન દ્વારા કરતારપુર સાહેબ ગુરૂદ્વારાને લઈને ચાલી રહેલી તૈયારીઓ, ભારતથી પહોંચેલા શીખ શ્રદ્ધાળુઓના અનુભવને દેખાડવામાં આવ્યા છે.

ઉપરાંત કરતારપુર કોરિડોરના પાયા વખતે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના ભાષણને પણ દેખાડવામાં આવ્યું છે. વીડિયોમાં સિદ્ધૂ ઉપરાંત ખાલિસ્તાની સમર્થક જરનૈલસિંહ ભિંડરાવાલે, અમરીકસિંહ ખાલસા અને મેજર જનરલ શાહબેગસિંહની તસવીરવાળા પોસ્ટર્સને પણ દેખાડવામાં આવ્યા છે. ત્રણેય ખાલિસ્તાની સમર્થકો 1984માં થેયલાં ઓપરેશન બ્લૂસ્ટારમાં ઠાર મરાયા હતા.

(12:21 am IST)