Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

નિરવ મોદીને ફરીવાર લંડનની અદાલતનો ઝટકો :પાંચમી જામીન અરજી ફગાવી દેવાઈ

બેચેની અને હતાશાથી પીડિત હોવાનું જણાવી જમીન અરજી કરી હતી

 

નવી દિલ્હી : પીએનબી કૌભાંડના ભાગેડું હીરા વ્યાપારી નિરવ મોદીને ફરીથી એક વખત લંડનની અદાલતથી ઝટકો લાગ્યો છે. બુધવારે લંડનની એક અદાલતે નીરવ મોદીની પાંચમી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) સાથે જોડાયેલા 13,500 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં ભારતમાં વોન્ટેડ ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીએ ઓક્ટોબરના અંતમાં પાંચમી વખત જામીન માટે અરજી કરી હતી. અરજી દાખલ કરતી વખતે નીરવ મોદીએ કહ્યું હતું કે તેઓ બેચેની અને હતાશાથી પીડિત છે, તેથી તેઓ જામીન અરજી દાખલ કરી રહ્યા છે, 19 માર્ચે નીરવ મોદીને ભારત સરકાર દ્વારા લગાવેલા આરોપમાં સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા પ્રત્યાર્પણ વોરંટ પર હોલબોર્નથી મોકલવામાં આવ્યો હતો. ધરપકડ કરવામાં આવી હતી નીરવ મોદી તેની ધરપકડ થયા પછીથી વન્ડસવર્થ જેલમાં જેલની સજા પાછળ છે.

 

(12:03 am IST)