Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સીમા અને એલઓસી પર ઘૂષણખોરીને લઇ ચારે તરફથી તૈયારીઓ

જમ્‍મુઃ  બરફ પડતાં જ સીમાઓ પર ઘૂષણખોરીને લઇ ચારે તરફથી તૈયારીઓ જારી છે. જો પાકીસ્‍તાની સેના આતંકીઓને આ બાજુ ઘકેલવા માટે સીમા પર તલાશમા છે. ભારતીય સેના ઘૂષણખોરીને રોકવા માટે નવી નવી રણનિતીઓ તૈયાર કરી રહેલ છે.

              સેનાએ ઠંડીના સમયમાં સીમાપારથી ઘૂષણખોરીની આશંકાને લઇ જમ્‍મુ-કાશ્‍મીરમાં એલઓસી પર સર્તકતા વધારી દીધી છે. સેનાએ વરિષ્‍ઠ કમાન્‍ડરોને બતાવ્‍યુ છે કે પાકિસ્‍તાનના કબજાવાળા કાશ્‍મીરમાં ઠંડીમાં ઘૂષણખોરી થઇ શકે છે.  પીઓકેમાં આતંકીઓની શિબિર ચાલી રહી છે અને તે બધી રીતે  ઘૂષણખોરીની તૈયારીમાં છે માટે આવનારા દિવસો વધારે પડકારભર્યા છે.

             સેના સતર્ક છે અને ઘૂસણખોરોને આકરો જવાબ આપવા માટે તૈયાર છે. સતર્કતા સૂત્રોના જણાવ્‍યા અનુસાર સીમાપારથી  ઘૂષણખોરીની તૈયારી ચાલી રહી છે. પણ સેના તેનો જવાબ આપવા તૈયાર છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર સેના અને બીએસએફના ભારી દબાણને કારણે હવે સીમાપારથી  આતંકીઓના નાના દળ ઘુષણખોરીની કોશિષ કરે છે.

                મોટા દળોની ઘુષણખોરીમાં વધારે નુકશાનની સંભાવના છે. ઘૂષણખોરી પર નજર રાખવા જવાનોની સંખ્‍યા વધારવામા આવી છે. સાથે સાથે હેંડ હેલ્‍ડ થયેલ  ઇમેજરો,નાઇટ વિઝન યંત્રોની સંખ્‍યા વધારવામાં આવી છે. માનો કે એલઓસીના પહાડો પર બરફવર્ષાને કારણ ઠંડીના માહોલનો આરંભ થયો છે. પણ પાક. સેના આમાં પણ ઘૂસણખોરીના પ્રયાસોને  અંજામ આપવાની કોશિષમાં હોય છે.

                આ વાત અલગ છે કે પ્રવકતા આના પર ટીપ્‍પણી કરવાનો ઇન્‍કાર કરે છે જો કે તે કહેતા હતા કે હાથથી ચાલવાવાળા ઉપકરણ સારી રીતે કામ કરે છે. સેના ચાહે કંઇપણ કહે પણ એટલુ જરૂર છે કે પાક. સેના ભયાનક ઠંડી અને મોસમની આ પરિસ્‍થિતિમા પણ આરામથી નથી બેસવા દેતી

 

(11:24 pm IST)