Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

શું વિંટર ટૂરિઝમ ભરપાઇ કરી શકશે કાશ્‍મીરમાં થયેલી નુકશાની ?

જમ્‍મુઃ કાશ્‍મીરમાં ટુરીઝમ પર ૩૭૦ હટાવવા તથા પુલાવામાં હુમલો મંડરાઇ રહ્યો છે શું તે હવે  હટી જશે ? શું વિંટર ટુરીઝમ આ અવધિમાં  થયેલ ક્ષતિ ભરપાઇ કરી શકશે ? આ સવાલોના જવાબ કદાચ કોઇ પાસે નથી.

          પહેલા વર્ષ ર૦૧૬ ના જુલાઇ મહિનામાં પ્રથમ અઠવાડિયામાં બુરહાન વાનીના મોત પછી હજારો કરોડની નુકશાની કાશ્‍મીરના આ લોકોને ઉઠાવવી પડી હતી. જે ટુરીઝમ ઇન્‍ડસ્‍ટ્રીઝથી જોડાયેલા છે. કાશ્‍મીર ફરીથી ચિંતિત છે કારણ કે ૩ મહિનાથી કાશ્‍મીર બંધ છે, પર્યટકો લાપત્તા છે.

          હવે સૌની નજર વિંટર ટુરીઝમ પર છે. જો કે વિંટર ટૂરિઝમનો પુરો આધાર સ્‍નોફોલ પર છે. છતાં પર્યટન વ્‍યવસાય કરતા લોકો તૈયારી જારી રાખે છે.  વિંટર ટુરીઝમ માટે ગુલમર્ગને પ્રાથમિકતા આપવામાં આવે છે. બર્ફની બધી રમતો માટે ગુલમર્ગ ઉચિત સ્‍થાન છે. પર્યટન વિભાગના એક અધિકારીના જણાવ્‍યા મુજબ બધુ જ બરફ પર જ નિર્ભર છે. એમનું કહેવું છે કે સ્‍પોર્ટસની તૈયારી કરી લેવામાં આવી છે.

           પર્યટન વિભાગ દક્ષિણના પર્યટકોને કાશ્‍મીર લાવવા આતુર છે ફકત દક્ષિણ ભારત જ નહિ બધા સ્‍થળો પરથી પર્યટકોને લગાતાર કાશ્‍મીર લાવવાના પ્રયાસો ચાલુ છે.  એટલું જરૂર હતું કે  પર્યયન વિભાગ સાથે જોડાયેલ લોકો માનતા હતા કે  આ સમય દરમ્‍યાન કાશ્‍મીરની  ટુરીઝમ ઇન્‍ડસ્‍ટ્રીઝના એક-બે મહિનામા નહી થઇ શકે પણ તે આશા લગાવીને બેઠા હતા કે પર્યયન વ્‍યવસાયથી જોડાયેલ લોકોની રોજીરોટીના પ્રબંધનને પણ ભુખે મરવાની નૌબત આવી ચુકી છે.

            જો કે નોટબંધી અને જીએસટીએ પણ કાશ્‍મીર ટુરીઝમને ઢોળાવ પર લઇ જવામાં પોતાની ખાસ ભુમિકા નિભાવી છે. જેને નિપટવા માટે હોટલવાળા તરફથી સારા ડીસ્‍કાઉન્‍ટની ઓફર થઇ રહી છે.  કાશ્‍મીરમાં આવનારા દિવસોમાં આતંકી હુમલામાં તેજી  આવી શકે છે. જો આવું થશે તો કાશ્‍મીરના પર્યટન વ્‍યવસાયની કમર ભાંગી જશે.

(10:36 pm IST)