Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભાજપનો દાવો :મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેના ગઠબંધન સરકાર બનશે.: કાલે રાજ્યપાલને મળશે

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને લાંબા સમયથી ચાલતી ખેંચતાણ વચ્ચે ભાજપના નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યુ કે, તેઓ રાજ્યપાલથી મળશે. તેમણે દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેના ગઠબંધનની સરકાર બનશે.

 બીજી તરફ શિવસેના નેતા સંજય રાઉત અને આરપીઆઈના રામદાસ અઠાવલેએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. સંજય રાઉતે જણાવ્યુ કે, અમે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી. જો બીજેપી નેતા કાલે રાજ્યપાલ સાથે મુલાકાત કરે છે, તો તેમને મુલાકાત કરવા દો. તે ઉપરાંત રાઉતે કહ્યું કે, બીજેપીએ સરકાર બનાવવી જોઈએ, કારણ કે તે સૌથી મોટા પાર્ટી છે. ઉદ્ધવ ઠાકરેને બીજેપી તરફથી કોઈ પ્રપોઝલ નથી મળ્યો

બીજેપી નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યુ કે, બીજેપી, શિવસેના અને આરપીઆઈએ સાથે મળીને ચૂંટણી લડી છે. બધા જે ઉમેદવારોએ બીજેપી, શિવસેના, આરપીઆઈ અને સહયોગી પાર્ટીના નામે જનતા પાસેથી વોટ માંગ્યા છે.

સુધીર મુનગંટીવારે આગળ જણાવ્યુ કે, અમે અન્ય કોઈ પાર્ટી સાથે જવાનું વિચાર્યું પણ નથી. અમે ગઠબંધન બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ. અમે સરકાર બનાવવા જઈ રહ્યાં છીએ. કાલે રાજ્યપાલને મળીશું.

(10:13 pm IST)