Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભીમા કોરેગાવ હિંસા કેસમાં પૂણેની સેશન કોર્ટે છ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી

અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની અરજી બોમ્બે હાઇકોર્ટે પણ ફગાવી દીધી હતી.

મુંબઈ : ભીમા કોરેગાવ હિંસા કેસમાં પૂણેની સેશન કોર્ટે છ આરોપીઓની જામીન અરજીને ફગાવી દીધી છે.  

     આ અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની અરજી બોમ્બે હાઇકોર્ટે પણ ફગાવી દીધી હતી.જે બાદ બુધવારે છ અન્ય આરોપીઓની અરજીને પૂણે સેશન કોર્ટે ફગાવી હતી

  કોર્ટ સમક્ષ અરજી દાખલ કરનારા આરોપીઓમાં શોમા સેન, સુરેન્દ્ર ગાડલિંગ, રોના વિલ્સન, સુધીર ધવલે, વરવરા રાવ અને મહેશ રાઉત સામેલ છે

    આ તમામની અરજીને કોર્ટે ફગાવી દીધી. આ ઉપરાંત ત્રણ અન્ય આરોપીઓ સુધા ભારદ્વાજ, વર્નન ગોન્સાલ્વેજ, અને અરૂણ ફરેરાએ પણ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ કોર્ટે આ ત્રણેય અરજીઓ પર દલીલો સાંભળવાથી ઇન્કાર કરી દીધો હતો.

(7:57 pm IST)