Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ઘરમાં સોનુ રાખનારાએ સરકારના નિયમોનું પાલન કરવું પડશે, નહીં તો ફસાઇ જવાનો ભય

મુંબઇ : ઘરમાં સોના ચાંદીના ઘરેણાં રાખવાની કોઈ મર્યાદ નથી પણ ઘરમાં ઘરેણાં રાખવા માટે ઇનકમનો સોર્સ બતાવવો જરૂરી હોય છે. નોટબંધી પછી ઘરમાં પડેલા સોનાનો સોર્સ જણાવવો જરૂરી બની ગયો છે. 1 ડિસેમ્બર, 2016 પછી CBDTએ આ નિયમ નક્કી કર્યા છે. સરકારે 1968માં બનેલો ગોલ્ડ કંટ્રોલ એક્ટ 1990માં રદ કરી દીધો હતો જેમાં સોનું રાખવાની લિમિટ નક્કી હતી.

CBDTના 11 મે, 1994ના સરક્યુલરમાં કેટલાક નિયમો નક્કી હતા. આ નિયમ પ્રમાણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેઇડમાં વિવાહિત મહિલા પાસેથી 500 ગ્રામ જેટલી અને પુરુષો 100 ગ્રામ જેટલી સોનાની જ્વેલરી જપ્ત નહીં કરી શકાય. જોકે ઘરમાં રહેલા સોના અને ચાંદીના વાસણો પર કોઈ ટેક્સ નહીં લગાવી શકાય. આ સંજોગોમાં તમારા ઘરમાં જો લિમિટથી વધારે ગોલ્ડ જ્વેલરી હોય તો રજિસ્ટર્ડ વેલ્યુઅર પાસે એનું વેલ્યુએશન કરાવીને માહિતી પોતાની પાસે રાખવી જોઈએ.

જો તમારી પાસે જ્વેલરીનો સોર્સ ન હોય અને ઇન્કમટેક્સ વિભાગની રેઇડ પડે તો વધારાની જ્વેલરીને ઇન્ક્મટેક્સ વિભાગ જપ્ત કરી શકે છે. આ સિવાય IT વિભાગ ઘરેણાં જપ્ત કરવાની સાથે 138% ટેક્સ પણ લગાવશે.

(5:00 pm IST)