Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

બેંકોના CEOનો અડધો પગાર પરિવર્તનશીલ રહેશે

મુંબઈ, તા.૬: બેંકના ટોચના એકઝીકયુટીવ્સને અડધો પગાર વેરીયેબલ પે સ્વરૂપે મળશે, અને એ બેંકની કામગીરી સાથે જોડાયેલો રહેશે.

રિઝર્વ બેંકે જારી કરેલા નવા નિયમો મુજબ વેરીયેબલ પે ફિકસ્ડ પે (બાંધેલા પગાર)ના ૩૦૦%થી વધુ નહીં હોય અને એમાં ઈકિવટી વળતરનો પણ સમાવેશ થાય છે.

વેરિયેબલ પેમાં ઈકિવટી સમાવિષ્ટ કરવા અને વેરીયેબલ પેની ટોચ મર્યાદા નકકી કરવાનો અર્થ એવો દ્યટાવવામાં આવે છે કે બોનસ પણ મર્યાદીત હશે, અને એમાં પણ નોન-કેશ વળતર સામેલ હશે.

મધ્યસ્થ બેંકની નવી ગાઈડલાઈન્સ ૧ એપ્રિલ ૨૦૨૦થી અમલી બનશે. આ ગાઈડલાઈન્સ ખાનગી ક્ષેત્રની બેંકો, લોકલ એરિયા, બેંકો, સ્મોલ ફાઈનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકોને લાગુ થશે. ભારતમાં પુરી માલિકીની પેટા કંપનીઓ તરીકે નોંધાયેલી બહુરાષ્ટ્રીય બેંકોને પણ આ નિયમ લાગુ પડશે.

સીઈઓ ઉપરાંત આ નિયંત્રણો પુર્ણકાલીન ડિરેકટરો અને બોન્ડ ટ્રેડર્સ જેવા રિસ્ક ટેકર્સ અન્ય કર્મચારીઓને પણ પગારના આ નિયંત્રણો લાગુ પડશે.

(4:25 pm IST)