Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સોનાના ૯૦,૦૦૦ કારીગરો બેકારઃ છૂટક ધંધા કરવા મજબૂર

અમદાવાદના ૩૦,૦૦૦ અને રાજકોટના ૬૦,૦૦૦ જેટલા કારીગરોને બીજું કામ શોધવાનો વારો આવ્યો છેઃ બેરોજગારીનો માર આ કારીગરો ઉપર એટલો બધો વધી ગયો છે કે કેટલાકે તો નોકરી ગુમાવ્યા પછી હેરકટિંગ સલૂન શરૂ કરી દીધા છે તો કેટલાક કારીગરોએ શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું છે

નવી દિલ્હી, તા.૬: દેશભરમાં જુદા જુદા ક્ષેત્રે મંદી પ્રવતટ્ઠ રહી છે તેવા અહેવાલો વચ્ચે તેની સૌથી વધુ અસર જવેલરી માર્કેટ ઉપર પડી હોવાની વાત બહાર આવી છે. ખાસ કરીને સોનાને આકાર આપતાં અને દ્યડામણ કરતાં કારીગરો મંદીની ગતાર્માં ધકેલાઈ ગયા છે અને એક અંદાજ મુજબ અમદાવાદના ૩૦,૦૦૦ અને રાજકોટના ૬૦,૦૦૦ જેટલા કારીગરોને બીજું કામ શોધવાનો વારો આવ્યો છે અને આ કારણથી તેઓએ પલાયન પણ કર્યું છે. બેરોજગારીનો માર આ કારીગરો ઉપર એટલો બધો વધી ગયો છે કે કેટલાકે તો નોકરી ગુમાવ્યા પછી હેરકટિંગ સલૂન શરૂ કરી દીધા છે તો કેટલાક કારીગરોએ શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું છે.

એક તરફ સોનાનો ભાવ વધી રહ્યો છે અને બીજી તરફ સોનાની માગમાં ૩૨ ટકા જેટલો ઘટાડો થયો છે. આવા સંજોગોમાં હજારો કારીગરો બેકાર બન્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનાની ખરીદીનો દ્યણો બધો હિસ્સો ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે પરંતુ વધુ પડતાં વરસાદ અને પાકમાં ગયેલા નુકસાનને પગલે ગ્રામીણ વિસ્તારનું અર્થતંત્ર પણ ડામાડોળ બની ગયું છે અને તેને કારણે લોકો લગ્નસરાનો સમય હોવા છતાં સોનુ ખરીદવા માટે સક્ષમ નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે એવો દાવો કર્યો છે કે સોનાની માગ અત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછી જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં મદન સૈની નામના એક કારીગરે તો સોનુ બનાવવાને બદલે હજામત બનાવવાની શરૂ કરી દીધી છે અને રૂપિયા કમાવા માટે તેના મિત્રના હેરકટિંગ સલૂનમાં કામે ચડી ગયો છે. મદન સૈનીની જેમ જ અમદાવાદના રતનપોળ અને માણેકચોક વિસ્તારના હજારો કારીગરોએ બીજું કામ શરૂ કરી દીધું છે. મુળ રાજસ્થાનના મદન સૈનીએ કહ્યું છે કે છેલ્લા ચાર મહિનાથી મારા જીવનમાં મુશ્કેલી આવી રહી છે. હું સામાન્ય રીતે મહિને ૧૫થી ૨૦ હજાર રૂપિયા કમાતો હતો પરંતુ મારે હવે ૬૦૦૦ રૂપિયામાં ચલાવી લેવું પડે છે. હું અત્યારે ગ્રાહકોની દાઢી કરું છું અને ઓઈલ મસાજ કરું છું. હું હવે વાળ કાપવાનું પણ શીખી રહ્યો છું.

અન્ય કેટલાક કારીગરોએ શાકભાજી વેચવાના પણ શરૂ કરી દીધા છે. છેલ્લા દ્યણા સમયથી અમદાવાદ ઉપરાંત રાજકોટની સોની બજારમાં આ પ્રકારની હાલત પ્રવતટ્ઠ રહી છે. અનેક કારીગરો એવા છે જે શહેર છોડીને કાં તો પોતાના વતન ચાલ્યા ગયા છે અથવા તો અન્ય શહેરમાં નવું કામ શોધી લીધું છે.

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ ૪૦,૦૦૦ રૂપિયાની આસપાસ રહ્યા છે. આવા સંજોગોમાં લોકો નવું સોનું ખરીદવાને બદલે રિપ્લેસમેન્ટ ઉપર વધુ ધ્યાન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં નવા સોનાના દ્યરેણાની ડિમાન્ડ દ્યટી છે અને તેની સીધી અસર કારીગરો ઉપર પડી છે.

એક વેપારીએ કહ્યું હતું કે, અમારા વિસ્તારમાંથી ઓછામાં ઓછા પાંચ હજાર કારીગરો શહેર છોડીને દિવાળી પહેલાં જ ચાલ્યા ગયા છે. તેઓ પાસે કામ નહી હોવાથી તેઓ કામ શોધવા માટે ચાલ્યા ગયા છે.

(3:44 pm IST)