Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભારતમાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટને ફેસબુકે આપ્યું અધધ કહેવાય તેવું ૧.૪૫ કરોડનું પેકેજ

નવી દિલ્હી,તા.૬: ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં એક વિદ્યાર્થીને ફેસબુક દ્વારા ૧.૪૫ કરોડનું જોબ પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. આ વાર્ષિક પેકેજ કોમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીનીને મળ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા કિલક કરો

દિલ્હી સરકારની આ ઇન્સ્ટિટ્યુટ આ માટે અત્યાર સુધીનું સૌથી રેકોર્ડબ્રેક પ્લેસમેન્ટ પ્રપોઝલ છે. આ ઉપરાંત અન્ય બે વિદ્યાર્થીને પણ ૪૩ લાક અને ૩૩ લાખ રુપિયાના પેકેજની ઓફર કરવામાં આવી છે. આ વર્ષે ૨૦૨૦માં ગ્રેજયુએશન પૂરું કરવાવાળા સ્ટુ઼ડન્ટને ૩૧૦ જેટલા નોકરીના પ્રસ્તાવ મળી ચુકયા છે.

જયારે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટે ૨૫૨ ઓફર મળી છે. દિલ્હી સરકારના આઈઆઈઆઈટીના વિદ્યાર્થીઓનું અત્યાર સુધીનું સરેરાશ પેકેજ ૧૬.૩૩ લાખ રુપિયા રહ્યું છે. જેમાં યુજી અને પીજી બંને ડિગ્રી ધારકો સામેલ છે.

હારમન કારડોન કંપનીએ રુ. ૧૫ લાખના વાર્ષિક પેકેજ પર ૭ વિદ્યાર્થીઓની પસંદગી કરી છે. ઇન્સ્ટિટ્યુટના અધિકારીઓએ કહ્યું કે ડિસેમ્બરમાં પ્લેસમેન્ટ માટે બીજી ડ્રાઈવ શરુ કરવામાં આવશે જેમાં હજુ વધારે ઇન્ટરનેશનલ અને નેશનલ કંપનીઓ ભાગ લશે જેથી હજુ બીજા વિદ્યાર્થીઓને પણ સારા પેકેજ મળી શકે છે.

કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ માટે કોલેજમાં આવેલી કંપનીઓમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, ફેસબુક, કવાલકોમ, સેમસંગ, રિલાયન્સ, ડબલ્યુડીસી, ટાવર રિસર્ચ, એનવીડિયા, એડોબી, ગોલ્ડમેન સેશ સામેલ છે. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યુટમાં ૨૦૨૧જ્રાક્નત્ન ગ્રેજયુએશન પૂરું કરવાવાળા બી-ટેક પ્રી ફાઇનલ બેચ માટે ૧૦૮ ઇન્ટર્નશિપ ઓફર પણ મળી છે

ઇન્ટર્નશિપ આપવામાં નેટએપ, એનવીડિયા, ટાવર રિસર્ચ, ગૂગલ, ફેસબુક, એમેઝોન, એડોબી સામેલ છે. એક બીટેક સીએસઈ ૨૦૨૧ બેચના વિદ્યાર્થીને ફેસબુક લંડનથી ૩.૩૧ લાખ સ્ટાઇપેન્ડ સાથે ઇન્ટર્નશિપની ઓફર મળે છે.

(3:39 pm IST)