Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

જય જયકાર અસ્તિત્વનો હોયઃ પૂ.મોરારીબાપુ

ઉત્તરાખંડનાં ઉતરાકાશીમાં આયોજીત ''માનસ ભૈરવ''શ્રીરામકથાનો પાંચમો દિવસ

રાજકોટ તા.૬: ''જય જયકાર અસ્તિત્વનો હોય છે'' તેમ પૂ.મોરારીબાપુએ ઉત્તરાખંડના ઉતરકાશીમા આયોજીત ''માનસ ભૈરવ'' શ્રીરામકથાના પાંચમા દિવસે કહ્યુ હતુ.

પૂ.મોરારીબાપુએ ગઇકાલે ચોથા દિવસે કહ્યુ હતુ કે કથા પ્રવાહમાં નવ દોહા અને બોંતેર પંકિતઓ કે જે બહેતર (સારી)છે એ પંકિતઓ દ્વારા નામ મહિમા થયો છે. સતયુગમાં પરમને પામવા માટે ધ્યાન, ત્રેતાયુગમા યજ્ઞ પરંપરા, દ્વાપર યુગમાં પૂજા-અર્ચના તેમજ પુષ્ટિમાર્ગમાં વલ્લભાચાર્યજી દ્વારા માનસી પૂજા,માનસી સેવાનું જે મહત્વ હતું એ ત્રણેનું સાથે મળીને પરિણામ-પરમને પામવા માટેનું સાધન કળિયુગમાં માત્ર નામ છે.

નામ મહિમા બાદ રામકથા જે શિવથી ઉતરીની સંવત ૧૬૩૧માં એ જ અયોધ્યામાં એ જ રામ પ્રાગટ્ય વખતની સ્થિતિ પર તુલસીજી દ્વારા પ્રાગટય થયું. જેને માનસ નામ અપાયું જેના ચાર ઘાંટ, એક ઘાટ જ્ઞાનઘાટ જ્યાં શિવ-પાર્વતીનો સંવાદ, ઉપાસના ઘાટ પર ભુશુંડિ-ગરૂડનો સંવાદ,કર્મઘાટ પર યાજ્ઞવલ્કય-ભારદ્વાજ સંવાદ અને ખુદના શરણાગતિના ઘાટ પર તુલસી પોતાનાં મન સાથે સંવાદ કરે છે.

પૂ.મોરારીબાપુએ કહ્યુ કે, ભગવાન શ્રીરામ અને રાવણ બન્ને બળવાન હતા પણ રામ શીલવાન હતા, રાવણે રામ અને રામ સાથે જોડાયેલા લોકોમાં રહેલા શીલનો સ્વીકાર કર્યો હતો. કોઇની વિશેષતાનો સ્વીકાર કરવો એ સમજદારનું લક્ષણ છે. યાદ અને સ્મરણમાં ભેદ છે, યાદ ખંડિત હોય, સ્મરણ તૈલધારા જેવું અખંડ હોય.

નિમ્બાર્કી પરંપરા વિશેની વાત કહેતા જણાવ્યું કે ધામ-વંૃદાવન, ક્ષેત્ર-ગિરિરાજ, વેદ-સામવેદ, મંત્ર ગાયત્રીગોપાલ,દેવી-રૂકિમણી અને આહાર હરિનામ આહાર છે તેમ જણાવ્યુ હતુ.)

(3:38 pm IST)