Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કિલો ડુંગળીના ૧૦૦ રૂપિયા! સરકારે કડક પગલા લેવાનો આદેશ આપ્યો

વેપારીઓનું કહેવું છે કે બજારમાં ડુંગળીની આવક ઓછી થવાના કારણે ભાવમાં વધારો થયો છે

નવી દિલ્હી, તા.૬: દેશમાં ડુંગળીની વધતી કિંમતોને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર ફુલ એકશનમાં આવી ગઈ છે. કન્ઝયૂમર અફેર્સ  મામલાના મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર અન્ય દેશો પાસેથી ડુંગળીની આયાત વધારશે, જેથી તેની કિંમતોમાં દ્યટાડો આવે. નોંધનીય છે કે, દેશભરમાં ડુંગળીનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે. એવામાં દેશભરમાં ડુંગળીના ભાવ અને ઉપલબ્ધતા વિશે સમિતિએ સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે અફઘાનિસ્તાન, ઈજિપ્ત, તુર્કી અને ઈરાનથી ડુંગળીની આયાત વધારવામાં આવશે. આ દેશો પાસેથી ડુંગળી ખરીદવા માટે સરકાર ફેસિલિટેટરની ભૂમિકા નિભાવશે, જેથી ડુંગળીની આપૂર્તિ વધારી શકાય.

 નેફેડને નિર્દેશ આપવામાં આવ્યા છે કે દિલ્હીમાં ડુંગળીની આપૂર્તિ વધારે. મધર ડેરીને સફળ સ્ટોર્સના માધ્યમથી ડુંગળીની આપૂર્તિ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

નેફેડના એમડી નાસિક જશે અને ડુંગળીના સ્ટોકનું નિરીક્ષણ કરશે. નાસિકથી દિલ્હી-એનસીઆર જેવા વિસ્તારમાં ડુંગળીની આપૂર્તિ વધારવાનો પ્રયાસ કરશે.

બે ઇન્ટર-મિનિસ્ટ્રી ટીમ ૬ અને ૭ નવેમ્બરે કર્ણાટક અને રાજસ્થાન જશે. ડુંગળીન સ્ટોકથી દિલ્હી-એનસીઆરમાં ડુંગળીની આપૂર્તિ વધારવા માટે પ્રોત્સાહિત કરશે.

રાજસ્થાન સરકારે વિશ્વાસ વ્યકત કર્યો છે કે પોસ્ટ હાવર્િેસ્ટંગ ડુંગળીની આપૂર્તિ વધારવામાં આવશે. હાવર્િેસ્ટંગ શરૂ થઈ ચૂકી છે.

દિલ્હી સરકારને પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ટર-મિનિસ્ટ્રી ટીમમાં સામેલ થઈને કર્ણાટક અને રાજસ્થાન જાય. દિલ્હી સરકારને કહેવામાં આવ્યું છે કે, તેઓ વેપારીઓની સાથે બેઠક કરે અને તેમને પ્રોત્સાહન આપવા માટે તેઓ વધુ ડુંગળી ઉઠાવે.

નફાખોરી અને કિંમતના અનુમાન લગાવવા સંબંધી પ્રક્રિયાને પ્રોત્સાહન ન આપવાની વાત પણ દિલ્હી સરકાર વેપારીઓને કરશે.

વેપારીઓનું કહેવું છે કે બજારમાં ડુંગળીની આવક ઓછી થવાના કારણે ભાવમાં વધારો થયો છે. તેની પાછળ વરસાદ કારણભૂત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લાસલગામ માર્કેટમાં ડુંગળીનો ભાવ વધીને ચાર વર્ષના ઉચ્ચ સ્તર ૫૫.૫૦ રૂપિયા પ્રતિ કિલો આવી ગઈ. હાલના સમયમાં ડુંગળી દેશભરના રિટેલ બજારોમાં ૮૦થી ૧૦૦ રુપિયા કિલોગ્રામની વચ્ચે વેચવામાં આવે છે.

(4:20 pm IST)