Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ઓહોહો ૧૨૦ વર્ષો પછી નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વાવાઝોડુ આવી રહ્યું છે

સેટેલાઇટ યુગમાં આ મહિનામાં ગુજરાતમાં સેટેલાઇટ યુગનું પ્રથમ ડીપ્રેશન બનશે

મુંબઇઃ લગભગ ૧૨ દાયકાઓ પછી નવેમ્બરમાં ગુજરાતમાં આવનારૂ 'મહા' પહેલુ વાવાઝોડું બનશે. સોમવારે હવામાન ખાતાએ જાહેર કર્યુ હતું કે 'મહા' ૧૦૦ થી ૧૧૦ કીમી પ્રતિ કલાકની ઝડપે દિવ અને પોરબંદર વચ્ચે ૬ નવેમ્બરની રાતથી ૭ નવેમ્બરની સવાર સુધીમાં આવશે.

સ્વતંત્ર હવામાન શાસ્ત્રી અને બ્રીટનની યુનિવર્સિટી ઓફ રીડીંગમાં પીએચડી રીસર્ચ અક્ષય દેવરસે આંકડાઓના આધારે કહ્યું હતુ આ પ્રકારનું વાવાઝોડું નવેમ્બર મહિનામાં ગુજરાતના કિનારે લગભગ ૧૨૦ થી વધુ વર્ષો પછી આવવાનુ છે. તેમણે કહ્યું કે અત્યારની પરિસ્થિતી જોતા તે દક્ષિણ ગુજરાતના કિનારે અસર કરશે અને જો આવું બનશે તો સેટેલાઇટ યુગમાં નવેમ્બર મહિનામાં ગુજરાતમાં આવનાર તે પહેલું વાવાઝોડું બનશે.

રેકોર્ડ અનુસાર, આ પહેલા ૨૦ નવેમ્બર ૧૮૯૩માં વાવાઝોડુ ગુજરાતમાં આવ્યું હતુ તેમ દેવરસનું કહેવું છે. તેમણે કહ્યું કે જો તે નબળું પડીને ડીપ્રેશનમાં ફેરવાશે તો પણ તે નવેમ્બરમાં ગુજરાત આવનાર સેટેલાઇટ યુગનું પહેલું ડીપ્રેશન બનશે. રેકોર્ડ અનુસાર ગુજરાતમાં છેલ્લું ડીપ્રેશન ૧૪ નવેમ્બર ૧૯૩૬ના રોજ સર્જાયું હતું.

અત્યારે અતિ ગંભીર ચક્રવાત તરીકે ગણાઇ રહેલ 'મહા' અરબી સમુદ્રમાં નવેમ્બરમાં ઉદભવેલ છેલ્લા ૧૨૮ વર્ષમાં ૧૬મું અતિ ગંભીર વાવાઝોડું છે.

(4:24 pm IST)