Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભાજપાને લાદયું બ્રહ્મજ્ઞાનઃ હવે રાષ્ટ્રીય મુદાની જગ્યાએ સ્થાનિક મુદ્ બનશે ભાજપાનું શસ્ત્ર

ઝારખંડ ચૂંટણી પહેલા ઘરે ઘરે સંપર્કનો આદેશ

નવી દિલ્હી તા. ૬ :.. કલમ ૩૭૦ અને એનઆરસીને અત્યાર સુધીની ચૂંટણીમાં મુદ્ે બનાવનાર ભાજપાએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. ભાજપા રાષ્ટ્રીય મુદાઓને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી નહીં ઉઠાવે.

ભાજપાએ રણનીતિમાં ફેરફાર કરતા સ્થાનીક મુદ્ઓ ઉઠાવીને લોકોનો ગુસ્સો શાંત કરવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં રાષ્ટ્રીય મુદાઓની અસર જોવા ન મળતા ભાજપાએ આ નિર્ણય કર્યો છે. સાથે જ ભાજપાએ પોતાના પ્રવકતાઓને રામ મંદિર કેસમાં સુપ્રિમનો ચુકાદો આવે ત્યાં સુધી કોઇ પ્રકારના બયાન તે અંગે ન આપવાના આદેશ આપ્યા છે.

ભાજપા રણનીતિકારોનું માનવું છે કે પાંચ તબકકામાં ચૂંટણી ભાજપા માટે ફાયદાકારક બની શકે છે. તેનાથી રાજયના દરેક ભાગ મુજબ રણનીતિ બનાવવામાં મદદ મળશે. સાથે જ આખા રાજયમાં જોરદાર પ્રચાર કરવા માટે પણ પુરો સમય મળશે. પક્ષના એક નેતાએ કહયું કે સંશાધન બાબતે પક્ષ બીજા પક્ષો કરતા ઘણો આગળ હોવાથી તેનો પ્રચાર બાકી બધા પક્ષો કરતા મજબુત રહેશે. ભાજપા નેતાઓનું કહેવું છે કે રાજયમાં આદિવાસી વિરૂધ્ધ બિન આદિવાસીનો મુદો નુકસાન પહોંચાડી શકે છે. જો કે ભાજપાએ બિન આદિવાસી મુખ્ય પ્રધાન રઘુવરદાસ અને આદિવાસી નેતા અર્જુન મુંડાને આગળ કરીને ભરપાઇની કોશિષ કરી છે.

ભાજપા નેતાઓનું કહેવું છે કે રાજયમાં પક્ષ ભ્રષ્ટાચાર મુકત સરકાર હોવાનો દાવો કરી રહ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં સરકાર પર ભ્રષ્ટાચારનો કોઇ ડાઘ નથી લાગ્યો. સાથે જ, રાજયને પાંચ વર્ષ સ્થિર સરકાર અને એક જ મુખ્ય પ્રધાન રહ્યા છે. આ રાજયમાં પાંચ વર્ષમાં ચાર-ચાર મુખ્ય પ્રધાનો બદલાયા હોવાના દાખલા પણ ભુતકાળમાં છે. પક્ષના હાઇકમાન્ડે રાજયના નેતાઓને ઘરે ઘરે જઇને સંપર્ક કરવાના આદેશો પણ આપ્યા છે.

(1:13 pm IST)