Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વોટસએપ પે ની સુરક્ષા અંગે થશે તપાસ

વોટસએપ પે શરૂ થવામાં લાગશે સમય

બેંગલોર તા.૬ : વોટસએપ પે ભારતમાં જલ્દી શરૂ થવાના અણસાર નથી. માનવામાં આવી રહયુ છે કે સરકાર પેમેન્ટ પ્લેટફોર્મના સુરક્ષા ઓડીટની યોજના બનાવી રહી છે. આ મેસેજીંગ એપની પેમેન્ટ સેવાના પરિક્ષણનો બીજો તબકકો છેલ્લા એક વર્ષથી ચાલી રહયો છે. નાણા મંત્રાલય આઇટી મંત્રાલય અને રીઝર્વ બેંકના અધિકારીઓનું માનવુ છે કે યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ (યુપીઆઇ)  જેવી સંવેદનશીલ પેમેન્ટ પ્રણાલી એવા પ્લેટફોર્મ પર ન હોવી જોઇએ જેની સુરક્ષામાં ઘુસી શકાતુ હોય એ બાબતે ચિંતા વ્યકત કરાઇ રહી છે કે ભારતીય યુઝર્સની નાણાકીય માહિતી વોટસએપ પે પર સુરક્ષીત નહી હોય.

ગયા અઠવાડીયે ફેસબુકની માલિકીવાળી વોટસએપ પે કહયુ હતુ કે તે ઇઝરાયલની ટેકનીકલ કંપની એનએસઓ ગ્રુપ સામે અમેરિકાની કોર્ટમાં દિવાની કેસ નોંધાવી રહી છે. એનએસઓ ગ્રુપના સોફટવેર પેગાસસે વોટસએપના વીડીયો કોલીંગ ફીચરની એક ખામીનો દુરૂપયોગ કર્યો, જેનાથી આ સોફટવેર ખરીદનાર કોઇ વ્યકિતના ફોન અથવા ડીવાઇસના ડેટામાં ઘુસી શકાય છે એનએસઓ ગ્રુપે કહયું કે તે પોતાનો સોફટવેર ફકત સરકારોને વેચે છે પણ ભારત સરકારે સ્પષ્ટ પણે એ સરકારી એજન્સીએ એનએસઓ સોફટવેર ખરીદ્યો છે. જો કે ભારત સરકારે વોટસએપ પાસેથી ભારતીય ગ્રાહકોના ડેટા લીકેજ અંગે માહિતી માંગી છે. પેગાસસ સ્પાઇવેયથી કેટલાક સામાજીક કાર્યકરો અને પત્રકારોને નિશાન બનાવાયા હોવાનો ખુલાસો થયા પછી આ પગલું લેવાયું છે.

(1:12 pm IST)