Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

દિલ્હીમાં પોલીસ બાદ વકીલો દ્વારા પ્રદર્શન : રોહિણી કોર્ટ બહાર આત્મવિલોપનનો પ્રયાસ

સાકેત કોર્ટમાં વકીલોએ કોર્ટના બધા દરવાજા બંધ કરી દીધા તેમજ કામકાજ ઠપ

નવી દિલ્હી : દિલ્હીમાં પોલીસ અને વકીલ વચ્ચેનો વિવાદ વકર્યો છે ગઇકાલે પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન બાદ આજે વકીલો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.   

  વકીલોએ આજે સવારે રોહિણી કોર્ટમાં લોકોને અંદર જવાથી રોક્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યાં. રોહિણી કોર્ટની બહાર પ્રદર્શન કરી રહેલા એક વકીલે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો

   રોહિણી કોર્ટની સાથે સાકેત કોર્ટમાં પણ વકીલો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાકેત કોર્ટમાં વકીલોએ કોર્ટના બધા દરવાજા બંધ કરી દીધા તેમજ કામકાજ ઠપ કરી દેવામાં આવ્યું. બાર કાઉન્સિલ ઓફ દિલ્હીની મનાઇ છતાં વકીલોએ હડતાળ જારી રાખી છે.

ઉપરાજ્ય અનિલ બૈજલ સાથે દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયક અને જોઇન્ટ કમિશ્નર રાજેશ ખુરાનાએ મુલાકાત કરી. જેમાં પોલીસ અને વકીલોના વિવાદ પર ચર્ચા કરવામાં આવીહતી 

(12:54 pm IST)