Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કોંગ્રેસના નેતા અહેમદ પટેલ નીતીન ગડકરીને મળ્યા

અનેક તર્ક વિતર્કઃ મહારાષ્ટ્રમાં રાજકીય સોગઠાબાજી

મુંબઇ,તા.૬: મહારાષ્ટ્રમાં સત્ત્।ાની નાવડી મધદરિયે અટવાઈ ગઈ છે અને જાણે ચૈત્ર ચડે નહીં અને વૈશાખ ઉતરે નહીં તેવો દ્યાટ સર્જાયો છે ત્યારે રાજકીય ગલિયારોમાં એક નાટ્યાત્મક વળાંક આવતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પદે બુધવારે સવારે દિલ્હીમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીને મળવા પહોંચતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

સૂત્રોના મતે અહેમદ પટેલની નીતીન ગડકરી સાથે મુલાકાતથી મહારાષ્ટ્રમાં રાજકીય સોગઠાંબાજી ગોઠવાતી હોવાનો અંદાજ નકારી શકાય નહીં. જો કે અહેમદ પટેલે આ મુલાકાત બાદ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ખેડૂતોના પ્રશ્ને નીતીન ગડકરીને મળ્યા હતા અને આ કોઈ રાજકીય મુલાકાત નહતી. મુંબઈમાં શિવસેનાએ ભાજપ સાથે ૫૦-૫૦ સીએમ પદની માંગ કરી છે જયારે ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાંચ વર્ષ પોતે જ સીએમ રહેશે તેવી જાહેરાત કરી દીધી હોવાથી હવે સરકાર રચવાનું કોકડું ગૂંચવાયું છે. ૨૪ કલાકમાં મહારાષ્ટ્ર વિધાનસભા કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને ત્યાં સુધીમાં નવી સરકારનું ચિત્ર સ્પષ્ટ નહીં થાય તો રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. જો કે શિવસેનાએ હવે બાંયો ચઢાવતા તેમના જ પક્ષના કોઈ સીએમ બનશે તેવો મક્કમ સ્વર ઉચ્ચાર્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ નીતીન ગડકરી સાથે ઓચિંતી મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દરમિયાન બીજીતરફ શિવસેનાના રાજયસભાના સાંસદ સંજય રાવત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને આજે સવારે મળવા પહોંચ્યા હતા. રાવત મુંબઈ ખાતે પવારના નિવાસ સ્થાને પોણા અગિયાર વાગ્યા આસપાસ મળવા પહોંચ્યા હતા. એક સપ્તાહમાં જ રાવત બીજી વખત એનસીપી પ્રમુખ શરદ પવારને મળતા મુંબઈની રાજનીતિમાં નવા સમીકરણોનો ગણગણાટ પણ રાજકીય પંડિતોમાં થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવાની દ્યડીઓ ગણાઈ રહી છે ત્યારે સોગઠાબાજીનો ખેલ પણ બરોબરનો જામ્યો છે.

(3:38 pm IST)